મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભાઈચારાના દર્શન, ગણપતિની પ્રતિમા બનાવવાના મંડપમાં લાગી આગ, મુસ્લિમ યુવકો દોડ્યા આગ બુઝાવવા

સુરતમાં ભાઈચારાનું ઉદાહરણ સામે આવ્યું છે. સોની ફળિયામાં મળસ્કે ચાર વાગ્યા આસપાસ ગણપતિની પ્રતિમા બનાવતા ગોડાઉનમાં આગ

સુરતમાં ભાઈચારાના દર્શન, ગણપતિની પ્રતિમા બનાવવાના મંડપમાં લાગી આગ, મુસ્લિમ યુવકો દોડ્યા આગ બુઝાવવા

સુરતમાં ભાઈચારાનું ઉદાહરણ સામે આવ્યું છે. સોની ફળિયામાં મળસ્કે ચાર વાગ્યા આસપાસ ગણપતિની પ્રતિમા બનાવતા ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. જોત જોતામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાઓ હસ્સાન અશરફ, અબ્દુલ હસીબ મલેક, મુઆવિયા શેખ, અબરાર પઠાન, મુહામીદ અશરફ, હાઝિક અશરફે તરત જ ફાયર અને પોલીસને કોલ કરીને સ્થળ પર આગની લપેટો નજીક જ પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને સાઈડ પર કરી દીધા હતા.

મંડપને બચાવવા કર્યા પ્રયત્ન

જેથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા હતા. અલબત્ત ગણપતિ દાદાની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી.કોલ મળતાની સાથે જ ફાયરના લાશ્કરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા જેમને સ્થળ સુધી પહોંચાડવા પણ મુસ્લિમ યુવાઓએ મદદ કરી હતી.આજના સમયમાં ગંગા-જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડતા મુસ્લિમ યુવાઓેએ કોઈપણ નાતિ-જ્ઞાતિની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

તાળીઓથી યુવકોને વધાવ્યા

મુસ્લિમ યુવકોની જહેમત જોઈને સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ફાયરના આવ્યા પછી બંને યુવાઓને પોલીસ તેમજ ફાયરના લાશ્કરોએ અભિનંદન પાઠવવા સાથે સહેરી માટે રવાના કર્યા હતા. ઉલ્લેખનીય છેકે આ  યુવાઓ રમઝાન મહિનામાં આખા મહિનાના રોઝા કરે છે.

આ સમાચાર શેર કરો