મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોળકાના સુપ્રસિદ્ધ કોઠ ગણપતિ મંદિર જવાનો અંડરપાસ રેલવેએ બંધ કરતા શ્રદ્ધાળુઓ અને 6 ગામના લોકોમાં રોષ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામે આવેલા ગણપતિ દાદાના મંદિરે જવાના અંડરપાસમાં છેલ્લા એક મહ

ધોળકાના સુપ્રસિદ્ધ કોઠ ગણપતિ મંદિર જવાનો અંડરપાસ રેલવેએ બંધ કરતા શ્રદ્ધાળુઓ અને 6 ગામના લોકોમાં રોષ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામે આવેલા ગણપતિ દાદાના મંદિરે જવાના અંડરપાસમાં છેલ્લા એક મહિનાથી વરસાદના પાણી ભરાયા છે. વરસાદે  તો વિરામ લઈ લીધો છે પણ અંડરપાસમાં પાણી ઓસરવાનું નામ નથી લેતા, જેથી કરીને ગણપતિ મંદિર જય શકાતું નથી. 

લોકોને દોઢ કિલોમીટર સુધી ચાલીને, વાહનચાલકોએ 16 કિલોમીટર ફરીને જવું પડે છે 

કોઠ ગામના આ પ્રસિદ્ધ  ગણપતિ મંદિરે ગુજરાત રાજ્ય  સહિત અન્ય રાજ્યમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે, પરંતુ અંડરપાસમાં પાણી ભરાઈ રહેવાના કારણે લોકોને દોઢ કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે અને જો વાહન લઈને જવું હોય તો 16 કિલોમીટર ફરવું પડે છે. કોઠ ગણપતિ મંદિર ટ્રસ્ટે  અનેક વાર પોતાના ખર્ચે અંડરપાસમાંથી પાણી નીકાલની વ્યવસ્થા કરી છે, પરંતુ વરસાદ પડતા અંડરપાસમાં વારંવાર પાણી ભરાઈ જાય છે, જેના કારણે  સમસ્યાનો ઉકેલ આવતો નથી.

6 ગામના લોકો માટે અવાર - જવરનો એક માત્ર રસ્તો

રેલવે વિભાગે અંડરપાસમાંથી  પાણી કાઢવાના બદલે અંડરપાસ આડે પતરા બાંધીને અંડરપાસ બંધ કરી દીધો છે. છ ગામના લોકો માટે આવવા-જવાનો આ મુખ્ય એક જ રસ્તો છે. ખેડૂતોની હજારો વીઘા જમીન અહીંયા આવેલી છે તેમને પણ ઘરેથી ખેતરે અને ખેતરેથી ઘરે હાલાકી પડી રહે છે. 

ભાજપના ઉચ્ચકક્ષાના લોકોને રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય 

આ ઉપરાંત ગણપતિ મંદિરે લાખોની સંખ્યામાં દર્શન કરવા આવતા ભક્તોને પણ હાલાકી પડી રહે છે. ગામના લોકોની માંગ છે કે અંડરપાસમાંથી  પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે. એક ભાજપના જ કાર્યકરે જણાવ્યું હતું કે હું ભાજપમાં હોવા છતાં ભાજપના ઉચ્ચકક્ષાના લોકોને આ પાણી નિકાલ માટે રજૂઆત કરી છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી. 

આ સમાચાર શેર કરો