સુરતમાં સંગીતમય, કથાત્મક અને હવનાત્મક દત્તબાવનીનું આયોજન, એકતા દર્શાવતા કાર્યક્રમમાં 4500 લોકો માટે બન્યો પ્રસાદ
દાનવીર કર્ણની ભૂમિ ગણાતા સુરતમાં દાત્તાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવામાં આવતાં હોય છે. ત્યારે

દાનવીર કર્ણની ભૂમિ ગણાતા સુરતમાં દાત્તાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવામાં આવતાં હોય છે. ત્યારે અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા ખાતે આવેલી ગીરનાર સોસાયટીમાં દત્તબાવનીનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાત્મક, સંગીતમય અને હવનાત્મક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સાથે જ એકતા દર્શાવતા આ કાર્યક્રમમાં 4500 લોકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આસપાસની સોસાયટીના લોકો જોડાયા
ગિરનાર સોસાયટીમાં આવેલા ગિરનારેશ્વર મહાદેવ મંદિર નજીક જ દત્તબાવનીનો પ્રસંગ ઉજવાયો હતો. સોસાયટીના લોકોની સાથે સાથે આસપાસની 3 સોસાયટીના લોકો પણ જોડાયા હતાં. તમામ લોકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. સાથે જ સુખ, શાંતિ અને સમૃધ્ધિની કામના કરી હતી.
અમાસ ભોજન ગ્રુપ દ્વારા સુંદર વ્યવસ્થા
નિંરજનભાઈ ભગતે કહ્યું કે, અમારા અમાસ ભોજન ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દર અમાસ અને પૂનમના રોજ અમારા ગ્રુપ દ્વારા અલગ અલગ આશ્રમમાં જઈને ત્યાં ભોજન ગ્રુપ દ્વારા ત્યાં જ ભોજન બનાવીને જમાડવામાં આવે છે. ત્યારે આજે પણ 16 આશ્રમમાં ભોજન પહોંચાડવાના છીએ. આ સાથે જ 4500 લોકોની રસોઈ બની છે. જે પ્રસાદ સ્વરૂપે મોકલવાના છીએ.








