સુરતમાં ચંદી પડવા અગાઉ જાગી પાલિકાની ટીમ, ઘારી સહિતની મીઠાઈમાં વપરાતા માવાના લીધા સેમ્પલ
નવરાત્રિ બાદ ચંદી પડવા અને દિવાળીના તહેવારની તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્યારે તહેવારમાં લોકો

નવરાત્રિ બાદ ચંદી પડવા અને દિવાળીના તહેવારની તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્યારે તહેવારમાં લોકો મીઠાઈ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. એટલા માટે જ મીઠાઈ વિક્રેતાઓ મીઠાઈ બનાવવા માટે જે માવાનો ઉપયોગ કરે છે. તે માવામાં ભેળશેળ યુક્ત છે કે, નહીં તે બાબતની તપાસ માટે સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગની છ ટીમો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. માવાના સેમ્પલો લઈને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરીના રિપોર્ટમાં જે જગ્યાનો માવો ભેળશેળ યુક્ત જણાશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
6 ટીમો દ્વારા તપાસ
ઘણા દુકાનદારો માવાની અંદર પાવડર કે પછી અન્ય વસ્તુનું ભેળસેળ કરીને તેનું વેચાણ કરતા હોય છે અને આ પ્રકારનો માવો લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતો હોય છે. ત્યારે લોકોના આરોગ્યની ચિંતા અને ધ્યાને સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ ઝોનમાં માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસને કામગીરી હાથ ધરવામાં આવી હતી.સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગના અધિકારીઓની 6 ટીમ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં માવા વિક્રેતાઓને ત્યાં તપાસ કરી માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલોને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરીમાં માવામાં કોઈપણ પ્રકારના પાવડર કે અન્ય પદાર્થની ભેળસેળ છે કે નહીં તે બાબતે ચકાસણી બાદ રિપોર્ટ આપવામાં આવશે અને રિપોર્ટમાં જે તે દુકાનદારો હલકી ગુણવત્તાનો માવો વેચાણ કરતા હશે કે પછી ભેળસેળ વાળો માવો વેચાણ કરતા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ
ઉલ્લેખનીય છે કે તહેવારોમાં લોકો મીઠાઈની ખરીદી વધારે પ્રમાણમાં કરતા હોય છે અને આ મીઠાઈ બનાવવા માટે મીઠાઈની અંદર માવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે આ માવો હલકી ગુણવત્તાનો ઉપયોગ થાય તો મીઠાઈ પણ હલકી ગુણવત્તાની બને છે અને જ્યારે લોકો આ હલકી ગુણવત્તાની મીઠાઈ થાય છે ત્યારે તેમના આરોગ્યને પણ નુકસાન થતું હોય છે. ત્યારે આ જ પ્રકારે લોકોના આરોગ્યને નુકસાન ન થાય અને ભેળસેળિયા વેપારીઓ વધારે નફાની લાલચમાં માવામાં ભેળચેળ કરીને તેનું વેચાણ ન કરે એટલા માટે સમયાંતરે આ પ્રકારની ડ્રાઇવ આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.








