નડિયાદ મનપાની બસો વિના પાસિંગ રસ્તા પર ફરતાં RTOની નોટિસ, રજીસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી રહેશે બંધ
નડિયાદ મહાનગરપાલિકામાં ફક્ત 47 દિવસમાં જ સીટી બસોના પૈડા થંભી ગયા છે. ગત 25 ડિસેમ્બર 2024એ ચા

નડિયાદ મહાનગરપાલિકામાં ફક્ત 47 દિવસમાં જ સીટી બસોના પૈડા થંભી ગયા છે. ગત 25 ડિસેમ્બર 2024એ ચાર સીટી બસ નંબર પ્લેટ વિના જ નડિયાદ શહેરમાં મોટા ઉપાડે શરુ કરાઈ હતી. મહેસાણાની એજન્સી દ્વારા બસોનું રજીસ્ટ્રેશન ન કરાતા RTOએ મનપાને નોટિસ આપી હતી. 13 વર્ષે નડિયાદને મળેલ સિટી બસની સેવા 47 દિવસમાં ફરી એકવાર છીનવાઈ ગઈ છે.
આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ એજન્સીને નોટિસ આપી તાત્કાલિક બસોનું પાસિંગ કરાવી બસો શરૂ કરવા કહ્યું છે. અન્ય જગ્યાએ બસોનું પાસિંગ કરાવેલું હતું જે રિમૂવ કરી ફરી પાસીંગ કરાવવાની કાર્યવાહીને લઈ વિલંબ થયો. ફરી એકવાર સીટી બસ દોડવામાં હજુ 2 અઠવાડિયા જેટલો સમય લાગશે.
RTOએ મનપાને નોટીસ આપી સીટી બસ અંતર્ગત વાહનોના રજીસ્ટ્રેશનનો ડેટા માંગ્યો છે. તેમજ રજીસ્ટ્રેશન બાકી હોય ત્યાં સુધી બસો દોડાવવાની બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. 25 - ડિસેમ્બર નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે નવી સિટી બસનું શુભારંભ થયું હતું.
રેલવે તંત્રએ ટ્રેન રદ કરી અને યાત્રીઓને રિફંડ આપવાની જગ્યાએ લઈ લીધો સર્વિસ ચાર્જ
હર હર ગંગે! કુંભની 6 ટ્રેન રેલવે તંત્રએ જાતે રદ કરી છતાં 60-60 રૂપિયા મુસાફરોના કાપી લીધા હતા. જેથી મુસાફરો રોષે ભરાયા હતા. ઉત્તરપ્રદેશ તેમજ બિહાર તરફની સફર માટે તૈયારી કરી રહેલા મુસાફરોને રેલવેની બેદરકારીનો ભોગ બનવું પડ્યું છે. આ દિશા તરફ જતી 6 જેટલી ખાસ ટ્રેન રદ કરવામાં આવી છે જેનાથી યાત્રીઓ મુશ્કેલીમાં હતા.
તેમાં પણ સૌથી ચોંકાવનારી એ છે કે, રેલવે તંત્રએ મુસાફરોને સંપૂર્ણ રીફંડ આપવાની જગ્યાએ સર્વિસ ચાર્જના નામે 60 રૂપિયા કાપી લીધા હતા. સુરતના યાત્રીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, બે-ત્રણ મહિના પહેલા બુક કરાવેલી ટિકિટ જેમ-તેમ કન્ફર્મ થઈ હતી. એવામાં રેલવે તંત્રએ ગુજરાતની 6 જેટલી ટ્રેનો રદ કરી હતી.








