મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહાનગરપાલિકા બન્યા બાદ નડિયાદનું સૌપ્રથમ અધધ બજેટ! વિકાસકાર્યો માટે 897 કરોડની ફાળવણી

ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગર પાલિકાએ પ્રથમ વખત નડિયાદ શહેરના વિકાસકાર્યો માટે અધધ બજેટ જાહેર કર્યું છે.

મહાનગરપાલિકા બન્યા બાદ નડિયાદનું સૌપ્રથમ અધધ બજેટ! વિકાસકાર્યો માટે 897 કરોડની ફાળવણી

ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગર પાલિકાએ પ્રથમ વખત નડિયાદ શહેરના વિકાસકાર્યો માટે અધધ બજેટ જાહેર કર્યું છે. નડિયાદ મહાનગર પાલિકાએ શહેરના વિકાસ કામો માટે અંદાજિત ૮૯૭ કરોડનું બજેટ જાહેર કર્યું છે. શહેરનું અત્યાર સુધીના બજેટોમાં ઘણુ મોટુ બજેટ ફાળવવામાં આવ્યું છે.

નડિયાદ મહાનગર પાલિકા બનતાની સાથે સૌપ્રથમ બજેટ રજુ કરવામાં આવ્યું છે.  નડિયાદ  મનપાના પ્રથમ કમિશ્નર જી. એચ. સોલંકી દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું હતું. અમિત પ્રકાશ યાદવ (વહીવટ દાર  /કલેક્ટર  ખેડા) તેમજ ધારાસભ્ય નડીઆદ પંકજભાઈ દેસાઈની હાજરીમાં આ બજેટને રજુ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો