મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, બે આરોપી દબોચી લેવાયા

ગુજરાતમાં અવાર-નવાર નકલી નોટો ઝડપાઈ રહી છે. ત્યારે નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. ખેડા SOG પોલ

નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, બે આરોપી દબોચી લેવાયા

ગુજરાતમાં અવાર-નવાર નકલી નોટો ઝડપાઈ રહી છે. ત્યારે નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. ખેડા SOG પોલીસ દ્વારા પ્રિન્ટર, નકલી ચલણી નોટો છાપવાની સામગ્રી અને 1 લાખ રૂપિયાથી વધુની નકલી ચલણી નોટો સાથે બે લોકોની ધરપકડ કરાઈ છે.

નકલી ચલણી નોટો છાપતા 

મળતી માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હતું. આ અંગેની જાણ SOG પોલીસને થતા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં મહમ્મદશરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઇ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઇ અલાદની ધરપકડ કરી છે. 

100, 200 અને 500 રૂપિયાની નોટ છપાતી

આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપતા હતા. SOG પોલીસે પ્રિન્ટર, નોટો છાપવાની સામગ્રી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસ કામગીરી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો