ડિનરની ઓફર ફગાવવી ભારતીય મહિલા એન્કરને ભારે પડી, નોટીસ મળતાં છોડ્યો બાંગ્લાદેશ
બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં વિવાદો અટકવાનું નામ લેતા નથી. ક્યારેક ખેલાડીઓના પગાર તો ક્યારેક મેચ ફિક્

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં વિવાદો અટકવાનું નામ લેતા નથી. ક્યારેક ખેલાડીઓના પગાર તો ક્યારેક મેચ ફિક્સિંગના આરોપો પણ લાગે છે. આ દરમિયાન, કેનેડા સ્થિત ભારતીય સ્પોર્ટ્સ એન્કર યેશા સાગર સાથે કંઈક એવું બન્યું જેના કારણે તેણીએ રાતોરાત બાંગ્લાદેશ છોડી દીધું છે.
નિયમોનું પાલન ન કરવાનો અને તેને તોડવાનો આરોપ
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમિયાન યેશા સાગરે તેની સુંદરતા અને સ્ટાઈલીશ અદાઓથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમય દરમિયાન BPL (બાંગ્લાદેશ પ્રીમિયર લીગ) માં ચિત્તાગોંગ કિંગ્સ ટીમ માટે સ્પોર્ટ્સ એન્કર તરીકે કામ કરી રહી હતી. લીગ દરમિયાન ટીમના માલિકે યેશા પર નિયમોનું પાલન ન કરવાનો અને તેને તોડવાનો આરોપ લગાવ્યો.
લીગ અધવચ્ચે જ કેમ છોડવી પડી?
બાંગ્લાદેશ ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, ચિત્તાગોંગ કિંગ્સ ટીમના માલિક સમીર કાદર ચૌધરીએ યેશા સાગરને કરારના નિયમો અને શરતોનું પાલન ન કરવા બદલ કાનૂની નોટિસ મોકલી હતી. આ પછી યેશા સાગરે પણ એક મોટો નિર્ણય લેતા લીગ અધવચ્ચે જ છોડી દીધી.
યેશા સામે લાગ્યા આ આરોપ
ચિત્તાગોંગ કિંગ્સના માલિક સમીર કાદર ચૌધરીએ નોટિસમાં લખ્યું કે, કોન્ટ્રાક્ટના કલમ 9 મુજબ તમે તમારી ફરજો નિભાવવામાં નિષ્ફળ ગયા છો અને સત્તાવાર આમંત્રણ હોવા છતાં પ્રાયોજકો સાથે રાત્રિભોજનમાં હાજરી આપી નથી. આ ઉપરાંત તમે સ્પોન્સર્સના શૂટિંગ અને પ્રમોશનલ શાઉટ-આઉટ પણ પૂર્ણ કર્યા નથી. તમારી ગેરહાજરીને લીધે ફ્રેન્ચાઇઝને નાણાકીય અને પ્રતિષ્ઠાનું નુકસાન થયું છે. જો કે યેશા સાગરે ફ્રેન્ચાઈઝીની નોટિસનો કોઈ જવાબ આપ્યો ન હતો અને લીગ સાથે બાંગ્લાદેશ પણ છોડી દીધું હતું.
જણાવી દઈએ કે, યેશાનો જન્મ પંજાબમાં થયો હતો. તે ડિસેમ્બર 2015માં ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગઈ હતી. જ્યાં તેણીએ સ્પોર્ટ્સ એન્કરિંગ કરતા પહેલા મોડેલિંગ અને એક્ટિંગ પણ કરી છે. આ ઉપરાંત ઘણા મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ૧૦ લાખથી વધુ લોકો ફોલોઅર્સ છે. યેશા સાગરે ગ્લોબલ ટી20 કેનેડા અને યુપી ટી20 લીગમાં પણ કામ કર્યું છે.








