મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

80 લાખ સામે મળશે 4500 કરોડ! મુંબઈની ઠગ ટોળકીએ મહેસાણાના યુવક સાથે કરી લાખોની છેતરપિંડી

મુંબઈની ઠગ ટોળકીએ મહેસાણાના યુવક સાથે 80 લાખની છેતરપિંડી કરી છે. આ ઠગ ટોળકીએ આ યુવકને 4500 કરોડ કમા

80 લાખ સામે મળશે 4500 કરોડ! મુંબઈની ઠગ ટોળકીએ મહેસાણાના યુવક સાથે કરી લાખોની છેતરપિંડી

મુંબઈની ઠગ ટોળકીએ મહેસાણાના યુવક સાથે 80 લાખની છેતરપિંડી કરી છે. આ ઠગ ટોળકીએ આ યુવકને 4500 કરોડ કમાવવાની લાલચ, મુંબઈમાં મકાન લઈ રહેવાની લાલચ, રૂપિયા એક કરોડની ઘડિયાળની ગિફ્ટની લાલચ, સુંદર યુવતી સાથે લગ્ન કરવા સુધીની લાલચ આપી હતી. 

યુવતીએ મહેસાણાના યુવક સાથે મિત્રતા કરી વિશ્વાસમાં લીધો

મુંબઈની પૂજા નામની એક અજાણી યુવતીએ મહેસાણાના કુકરવાડાના પટેલ જીગર વિષ્ણુભાઈ નામના યુવક સાથે સોશિયલ મીડિયા થકી ફ્રેન્ડશિપ કરી હતી. યુવક સાથે વોટ્સએપ કોલ કરી મિત્રતા ગાઢ બનાવી અને તેને વિશ્વાસમાં લઈને પોતે એક એપમાં રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવી જીગરને પણ તેમાં રોકાણ કરવા મનાવી લીધો હતો. શરૂઆતમાં 5-25 હજાર રોકાણ કરાવી વળતર પણ આપ્યું અને બાદમાં રૂપિયા 80 લાખની ઠગાઈ કરી નાખી. 

80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લાલચ આપી

મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈની પૂજા નામની યુવતીએ કુકરવાડાના જીગર પટેલ નામના યુવકને લગ્નના સપના બતાવ્યા હતા અને 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લાલચ આપી હતી. 4500 કરોડ આવશે ત્યારે મુંબઈમાં મકાન લઈને લગ્ન કરીને સાથે રહીશું. 1 કરોડની ઘડિયાળ ગિફ્ટ માટે લાવી છું કહી ફોટો પણ બતાવ્યો હતો.

યુવતી યુવક પાસેથી 80.33 લાખ પડાવી ગઈ

હંમેશા વૉટસ્એપથી વાત કરતી પૂજાએ પૈસા કમાવવા સ્કીમ બતાવી જીગર પટેલના મોબાઈલમાં સેમકો નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને એપમાં લેવલ 1થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું હતું. છેલ્લા લેવલમાં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશે તેવી લાલચ આપી હતી. પૂજાએ રૂ.80.33 લાખ સેમકો નામની એપથી અલગ અલગ એકાઉન્ટમાં નંખાવ્યા હતા  અને  છેલ્લે ખબર પડી કે આ તો ઇન્વેસ્ટ પણ અંગત ઉપયોગ માટે પૂજા 80.33 લાખ પડાવી ગઈ. 

પોલીસે 40 એકાઉન્ટ સીઝ કર્યા

પોતે છેતરાયા હોવાની જાણ થાત થતા એક બે નહીં પણ 40 - 40 બેંક એકાઉન્ટવાળી પૂજા સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ  નોંધાઇ છે. હાલમાં તો આ સમગ્ર મામલે મહેસાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.  આ રકમ પરત લેવા પોલીસે તેના એકાઉન્ટ સીઝ કર્યા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે

આ સમાચાર શેર કરો