મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર: વાપી અને સુરત સ્ટેશન વચ્ચેની નવ નદીઓ પરના બ્રિજનું કામ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ આગળ વધ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર: વાપી અને સુરત સ્ટેશન વચ્ચેની નવ નદીઓ પરના બ્રિજનું કામ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 9 નદીઓ પર રેલવે પુલના કામ પુર્ણ થઈ ગયા છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના વાપી તથા સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલી તમામ નવ નદીઓ પરના બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે.

બે કલાકમાં કપાશે અંતર

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત રાજ્યમાંથી પસાર થતા તમામ બ્રિજનું કામ પુર્ણ થઈ ગયું છે. માહિતી અનુસાર, મુંબઈ-અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે, જેના નિર્માણમાં જાપાન સરકાર પણ મદદ કરી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરના અંતર માત્ર 2 કલાકમાં જ કાપી શકાશે.

આ પણ વાંચો: ઝારખંડ વિધાનસભા ચૂંટણી- 2024: ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, અમિતશાહ ગજવશે ત્રણ જનસભા

નવ નદી પરના બ્રિજ તૈયાર

ગુજરાતમાં 12 નદીઓ પર રેલવે પુલના કામ પુર્ણ થઈ ગયા છે. જેમાં 20 પૈકી 9 રેલવે બ્રિજ વાપી અને સુરત નદી પરના પુલોની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પુલનો પ્રોજેક્ટ 29 ઓક્ટોબરના રોજ પૂર્ણ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે.

2026માં ટ્રાયલ શરૂ થશે

આ પ્રોજેક્ટમાં 163 કિલોમીટરના ફ્લાયઓવર પણ છે અને 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન શરૂ થઈ શકે છે. નોંધનીય છે બુલેટ ટ્રેનના રૂટ માટે 24 પુલ અને 7 પર્વતમાંથી ટર્નલ બનાવવામાં આવી છે. કોરિડોરમાં 7 કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ પણ સામેલ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે.

આ સમાચાર શેર કરો