મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુર સાંસદના કામ અધિકારીઓ નથી કરતા પત્ર વાયરલ, કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી કરી તરફેણ

સમગ્ર રાજ્યમાં ચૂંટાયેલા પદાધિકારીઓને અધિકારીઓ ગાંઠતા ન હોવાની રાવ ઉઠી રહી છે. છોટાઉદેપુર સાંસદ

છોટાઉદેપુર સાંસદના કામ અધિકારીઓ નથી કરતા પત્ર વાયરલ, કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી કરી તરફેણ

સમગ્ર રાજ્યમાં ચૂંટાયેલા પદાધિકારીઓને અધિકારીઓ ગાંઠતા ન હોવાની રાવ ઉઠી રહી છે. છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાના અધિકારીઓ સમયસર જવાબ ના આપતા હોવા બાબતે કલેક્ટરને લખેલ પત્ર વાયરલ થતા કોંગ્રેસે રાજકીય મુદ્દો બનાવ્યો છે. કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી સાંસદની તરફેણ કરી છે

ચાર દિવસ અગાઉ માહિતી માગી હતી

જિલ્લા કલેકટર ના જણાવ્યા મુજબ સાંસદે સંકલન સમિતિની બેઠકના ચાર દિવસ પહેલા માહિતી માંગી હતી. તે પૂરી પાડવામાં આવી હતી. તેઓનો પત્ર અમારા સુધી આવ્યો હતો. સંકલન સમિતિના પ્રશ્નોના જવાબ જે તે વિભાગ સમયસર આપ્યા નહોતા. તે બાબતની રજૂઆત સાંસદે કરેલ હતી. તેના ઉપર હવે ધ્યાન આપવામાં આવશે

પત્રને રાજકીય રંગ અપાયો

છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાએ કલેક્ટરને પત્ર લખી જુદા જુદા વિભાગના અધિકારીઓ સંકલન બેઠક માટે પૂછવામાં આવતા પ્રશ્નોનો સમયસર જવાબ ના આપતા હોવાની રજૂઆત કરી હતી. જે પત્ર વાયરલ થતા કોંગ્રેસ આ બાબતને રાજકીય રંગ આપ્યો છે. કોંગ્રેસના આગેવાનો આજે જિલ્લા કલેક્ટર કચેરી જઈ આવેદન પત્ર પાઠવી પ્રજાના હિતમાં સાંસદને અધિકારીઓ દ્વારા સમયસર જવાબ આપવા રજૂઆત કરી હતી. કોંગ્રેસ દ્વારા વાયરલ પત્રને ટાંકી ભાજપ સરકાર અને પ્રશાસન સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદને સમર્થન આપીને રાજકીય રંગ એક પત્ર ઉપર કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો