Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : 2 mentally challenged women raped in a charitable institution

Morbi: સેવાભાવી સંસ્થામાં 2 મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ, દિવાલ કૂદીને ઘૂસ્યા હતા નરાધમો

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Morbi: સેવાભાવી સંસ્થામાં 2 મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ, દિવાલ કૂદીને ઘૂસ્યા હતા નરાધમો
સોર્સ : GSTV

મોરબી શહેરમાં એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્થિર મહિલાઓ સાથે અજાણ્યા શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ

મળતી માહિતી મુજબ, મોરબી શહેરની એક સંસ્થાના કમ્પાઉન્ડની દીવાલ કૂદીને બે અજાણ્યા શખ્સો ઘૂસ્યા હતા અને જે રૂમમાં માનસિક અસ્થિર બે મહિલાઓ હતી ત્યાં જઈને આરોપીઓએ બંને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી નરાધમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળ સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.