Morbi news: સ્કૂલ બસનું ટાયર નીકળી જતા અકસ્માત, 47 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

સોર્સ : GSTV
મોરબીમાં પ્રવાસે ગયેલી સ્કૂલ બસનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો છે. જોકે મોટી દુર્ઘટના ટળી જતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ધોરણ 9 અને 11ના 47 વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં પ્રવાસે ગયા હતા અને કચ્છના નાના રણમાંથી પ્રવાસ કરીને પરત ફરતા સમયે આમરણ ગામ પાસે સ્કૂલ બસનું ટાયર નીકળી જતા તે પલટી મારી હતી. જોકે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી.

