સમૂહ લગ્નમાં દાહોદના MLA કનૈયાલાલ કિશોરીએ લગ્ન કરી સમાજમાં બેસાડયો દાખલો, મુખ્યમંત્રીએ આપી શુભેચ્છા
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સમૂહ લગ્ન પ્રસંગમાં જ પોતાના લગ્ન કર

દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સમૂહ લગ્ન પ્રસંગમાં જ પોતાના લગ્ન કરી સમાજમાં નવો દાખલો બેસાડયો છે. સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓએ પણ આપી હતી હાજરી. તેમણે ધારાસભ્યની આ પહેલને વધાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓની આ પ્રસંગે હાજરી
દાહોદમાં બિરસા મુંડા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન કરી સમાજમાં નવો દાખલો બેસાડવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં અન્ય ત્રણ ગરીબ યુગલોના પણ લગ્નનું આયોજન પણ થયું હતું. જે પરંપરાગત વાદ્યોના સૂર વચ્ચે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ શુભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. તેમણે નવપરણિત યુગલોને આશીર્વાદ આપી ધારાસભ્યની આ નવતર પહેલને વધાવી હતી.
ધારાસભ્ય કિશોરીની આ પહેલ ચર્ચાનો વિષય બની
ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના નિવાસ સ્થાને જ આ સમૂહ લગ્નનું આયોજન કરાવ્યું હતું. તેમની આ પહેલનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા દૂર કરી તેમજ સામૂહિક રીતે સંગઠિત લગ્ન પરંપરાનું સ્થાપન કરવાનો છે. ધારાસભ્યની આ પહેલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.








