મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે ધારાસભ્ય બાબુ જમનાના સરકાર પર આકરા પ્રહાર, ખેડૂતોને થયું છે નુકસાન

ગુજરાતના અમદાવાદમાં ધારાસભ્ય બાબુ જમાન પટેલે સરકારને આડે હાથે લીધી હતી. મળતા અહેવાલ

ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે ધારાસભ્ય બાબુ જમનાના સરકાર પર આકરા પ્રહાર, ખેડૂતોને થયું છે નુકસાન

ગુજરાતના અમદાવાદમાં ધારાસભ્ય બાબુ જમાન પટેલે સરકારને આડે હાથે લીધી હતી. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદ ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે ધારાસભ્ય બાબુ જમનાએ કહ્યું ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. બે થી ચાર વર્ષ સુધી રાહ જોયા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી.

બાબુ જમનાએ સરકારને સવાલ કર્યા 

ધારાસભ્ય બાબુ જમનાએ સરકારને સવાલ કર્યા કે તો ખેડૂતો ક્યાં સુધી રાહ જોવે? પાણી માટે સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી અને અંતે ખેડૂતોને પાણી મળ્યું છે. કોન્ટ્રાકટર દ્વારા કામગીરીમાં વિલંબ થવાના કારણે ખેડૂતો પરેશાન થયા છે અને તેમને કોઈ સહાય પણ મળી નથી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કરોડોના ખર્ચે ચાલી રહેલા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનના અભાવે વિવાદ સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામગીરી માત્ર 15 દિવસમાં પૂર્ણ થવાની હતી, ત્યાં અચાનક પાણી છોડવામાં આવતા ચાલુ કામ અટકાવી દેવાની ફરજ પડી છે. કોર્પોરેશનની ધીમી અને નબળી કામગીરીને કારણે પ્રોજેક્ટ સતત વિલંબિત થઈ રહ્યો છે, જેના પરિણામે કરોડોની મશીનરી બહાર કાઢવી પડી છે અને ખેડૂતો તેમજ સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.

ભાજપ ધારાસભ્યના તંત્ર પર આકરા પ્રહાર

દસક્રોઈ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે આ મામલે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હતો, જેને હું જોઈ શકું તેમ નથી. જે પ્રોજેક્ટની કામગીરી માત્ર બે વર્ષમાં પૂર્ણ કરવાની હતી, તેને આજે ચાર વર્ષ વીતી જવા છતાં કોર્પોરેશન પૂરું કરી શક્યું નથી. ખેડૂતો ક્યાં સુધી રાહ જોવે? વારંવારની રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ભારે વિલંબ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને તેમના નુકસાનનું વળતર પણ મળ્યું નથી. જો સમયસર કામ પૂર્ણ થયું હોત, તો આજે આ વિવાદની સ્થિતિ જ ઊભી ન થઈ હોત.'

આ સમાચાર શેર કરો