સુરતીઓ આઈસ્ક્રીમ ખાતા પહેલાં સાવધાન, મિલ્ક ફેટ અને સોડિયમની માત્રા આપી શકે આવી ગંભીર બીમારી
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 8 દિવસ અગાઉ શહેરની 28 દુકાનોમાંથી આઇસક્રીમનાં નમૂનાં લેવાયા હતાં. પા

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 8 દિવસ અગાઉ શહેરની 28 દુકાનોમાંથી આઇસક્રીમનાં નમૂનાં લેવાયા હતાં. પાલિકાની વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યાં હતાં. જેમાંથી 10 દુકાનોનાં આઇસક્રીમનાં નમૂનાં ફેલ નીકળ્યા છે. જેથી દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ આ ઓછી ગુણવતા વાળા આઈસક્રિમ ગંભીગ બીમારી આપી શકે છે.
હૃદયને લગતી સમસ્યા થઈ શકે
આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું કે,હલકી કક્ષાનાં આઈસક્રીમ ખાવાથી સ્વાસ્થ્ય પર લાંબે ગાળે વિપરીત અસર થઈ શકે છે. મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી ટ્રાન્સ ફેટી એસિડ વધી જાય છે, જેથી બેડ કોલેસ્ટ્રોલ પણ વધે છે, જેનાથી પ્રેશરની બીમારી થાય છે તથા હૃદયની ધમની પર અસર થઈ હાર્ટ ઍટેક આવી શકે છે. વળી, આઇસ્ક્રીમમાં વપરાતા મિલ્કમાં લિક્વિડ પણ વધુ નીકળ્યું છે.
10 દુકાનોનાં નમૂનાં ફેલ ગયાં
સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ, જનતાનગર સોસા., એલ.એચ. રોડ
માધવ આઈસ્ક્રીમ, નિધિ કોમ્પ્લેક્સ, ચોપાટી સામે, નાના વરાછા.
ચાંદામામા આઈસ્ક્રીમ, મેઝ સિદ્ધેશ્વર સોસાયટી, વેડ રોડ.
સંત કૃપા આઈસ્ક્રીમ, જનતાનગર સોસાયટી, લંબે હનુમાન રોડ.
પ્રાઈમ નેચરલ, સનઈ રેસિડન્સી, પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ.
રાધે પાર્લર, સનઈ રેસિડન્સી, અડાજણ.
શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ, એપલ સ્ક્વેર, નવજીવન સોસા., વેડ રોડ.
ઉમિયા એજન્સી, ગોકુલધામ સોસાયટી, વરિયાવ રોડ.
વાડીલાલ એન્ટરપ્રાઈઝ, કાંસા નગર સોસાયટી, કતારગામ.
Á બોમ્બે સુપર આઈસક્રીમ અને ક્વોલિટી, કલ્યાણ નગર સોસાયટી, પુણા-સિમાડા રોડ.








