મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના માંડવીમાં મધરાતે માતમ, લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારનો બોલેરો-ટ્રક સાથે અથડાતાં 4નાં મોત

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરખડી ગામ નજીક મધરાતે માત

સુરતના માંડવીમાં મધરાતે માતમ, લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારનો બોલેરો-ટ્રક સાથે અથડાતાં 4નાં મોત

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરખડી ગામ નજીક મધરાતે માતમ સર્જાયો હતો. લગ્ન પ્રસંગના હરખ સાથે મુસાફરી કરી રહેલા આદિવાસી પરિવારને અકસ્માત નડ્યો હતો. બોલેરો અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4નાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 12ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

16ને ઈજા પહોંચી

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરખડી ગામ નજીક મધરાત્રે અકસ્માતની ઘટના બની હતી. પિક અપ અને ફ્લાય એસ (રાખ) ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 16 ને ઇજા પહોંચી હતી. જે પેકી મૃત્યુ આંક 4 થયો છે. તમામ લોકો સોનગઢના નીંદવાળા ગામના રહેવાસી છે. ઉમરપાડાના ઉમરગોટ ગામે લગ્નમાંથી પરત આવતા અકસ્માત થયો હતો. વધુ 3 ને સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયાં છે. જ્યારે અન્ય વ્યક્તિઓને માંડવી રેફરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

મૃતકો તાપીના વતની

તપાસમાં જાણવા મળ્યું છે કે, તમામ મૃતકો તાપી જિલ્લાના વતની છે. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો