મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ગોતામાં BMW કાર અકસ્માત બાદ ડિવાઇડરમાં ઘુસી ગઇ, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં BMW કારે અન્ય એક કારને ટક્કર

અમદાવાદમાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં BMW કારે અન્ય એક કારને ટક્કર મારી હતી. તે બાદ BMW કાર સીધી ડિવાઇડર તોડીને તેમાં ઘુસી ગઇ હતી. જોકે,આ ઘટનામાં કોઇ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. આ અકસ્માતને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ગોતામાં BMW કારે સર્જ્યો અકસ્માત

શહેરના ગોતામાં  BMW કારે એક અન્ય કારને ટક્કર મારી હતી જે બાદ BMW કાર ડિવાઇડરની જાળી તોડીને તેમાં જતી રહી હતી. અકસ્માત બાદ BMW કારનો આગળનો ભાગ તૂટી ગયો હતો જ્યારે અન્ય એક કારને પણ નુકસાન થયું હતું. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો