અમરેલી: ખાંભા-ઉના હાઈવે પર પીકઅપ ડાલે નડ્યો અકસ્માત, વાહનમાં સવાર 20થી વધુ લોકો પહોંચી ઈજા
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના ખાંભા-ઉના રોડ પર ગ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના ખાંભા-ઉના રોડ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, પ્રાથમિક માહિતી અનુસાર પીકઅપ વાનમાં કારનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં 30થી વધુ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી
આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોને ઈજાઓ પહોંચી
તો બીજી તરફ આ દુર્ઘટનામાં 8 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ખાંભામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમરેલી ખસેડવામાં આવ્યા હતા. ખાંભાના રબારીકા ગામથી સગાઈ માટે દેવીપૂજક પરિવાર જઈ રહ્યો હતો અને આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




