હવામાનઃ પતંગ રસિયાઓની ઉતરાયણ બગડશે, માવઠાની શક્યતાઃ ગાત્રો ધુજાવતી ઠંડી રહેશે
રાજ્યમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં લોકો કાતિલ ઠંડીનો

રાજ્યમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવનને પગલે સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. 6.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ પારો ગગડીને માઈનસ 3 ડિગ્રી પહોંચ્યું છે. આબુમાં ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઈનસ તાપમાનમાં પણ મોજ માણતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ 'સાળી બનેવી વચ્ચે સેક્સ સંબંધ ખોટો, પરંતુ પુખ્ત છે તો રેપ ના કહેવાય': હાઈકોર્ટ
હવામાન વિભાગ મુજબ કચ્છ - સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આ ઉપરાંત કોલ્ડવેવ અને માવઠાની કોઈ આગાહી નથી.
જણાવી દઈએ કે, રાજ્યના વિવિધ શહેરમાં પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા દિવસભર ઠંડક જોવા મળી હતી. હવામાન નિષ્ણાતોએ ઉત્તરાયણ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટા સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે 4થી 8 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ઉત્તર-મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રી સુધી ઘટી શકે છે. વલસાડ અને જામનગરમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના છે.
ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર – મધ્ય અને પૂર્વ ગુજરાત, કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. માવઠાને કારણે પાકને નુકસાન થઈ શકે છે. આથી, ખેડૂતોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ. હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.






