Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mehsana news: Incident of gang rape of a minor in Visnagar

Mehsana news: વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ દાખલ થઈ ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Mehsana news: વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ દાખલ થઈ ફરિયાદ
સોર્સ : gstv

 મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે, જેમાં કુલ છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. 4 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં બે દિવસ સુધી સગીરા ગુમ હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરા ઘરે પરત આવતા પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

App Store

સગીરાના અપહરણ બાદ વારંવાર દુષ્કર્મ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના 4 ઓક્ટોબરના રોજ બની હતી. રાત્રિના સમયે ચાલવા નીકળેલી એક કિશોરીનું બે શખ્સોએ અપહરણ કર્યું હતું. કિશોરીને એક અવાવરી જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમો કિશોરીને શહેરના ત્રણ ટાવર પાસે છોડીને જતાં રહ્યા હતા, જેના પગલે કિશોરી ઘરે જતી રહી હતી. જોકે, થોડા સમય બાદ આરોપી તેના મિત્રને લઈને આવ્યો હતો અને કિશોરીને ફરી એક ઓફિસમાં લઈ ગયો હતો. ત્યાં આ બંને મિત્રોએ ફરીથી દુષ્કર્મ આચર્યું હતું અને કિશોરીને આદર્શ શાળા પાસે ઉતારી દીધી હતી.

બે દિવસ ગોંધી રાખીને દુષ્કર્મ

કિશોરી પોતાના ઘરે જાય તે પહેલાં જ એક શખ્સ તેને રસ્તામાં મળ્યો અને લલચાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી સતત દુષ્કર્મ આચર્યું હતું. આ બે દિવસ દરમિયાન સગીરા ગુમ હોવાથી તેના પરિવારજનો અને પોલીસ તેની શોધખોળ કરી રહ્યા હતા. સગીરા મળી આવતાં પરિવાર અને પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો, જેના પગલે ચકચાર મચી ગઈ છે.

6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વિસનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. કિશોરીની ફરિયાદના આધારે 6 શખ્સ વિરુદ્ધ પોકસો એક્ટ, દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.