Video: APMC ચેરમેન સાથે છેતરપિંડી

સોર્સ: gstv

ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, સંજયભાઈ અને સંજીવકુમાર નામના શખ્સોએ ચેરમેનના મામા કાશીરામભાઈના નામે દાન માટે રૂપિયા પડાવવાનું કાવતરું રચ્યું હતું. આ માટે દિનેશ પટેલને ગાંધીનગર કમલમ કાર્યાલય અને MLA ક્વાર્ટર્સ પાસે બોલાવી સામાજિક સેવા સંસ્થાના ટ્રસ્ટમાં દાનની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઊંઝાથી અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢી મારફતે પાંચ લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. જોકે, અસલી મામા સાથે વાત કરતાં સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. આ મામલે ઊંઝા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ દરમિયાન આંગડિયા પેઢીમાંથી રૂપિયા લેનાર શખ્સના CCTV ફૂટેજ મળ્યા છે. પ્રાથમિક તપાસમાં આકાશ પટેલ નામના શખ્સનું નામ પણ સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત