વલસાડમાં મેઘરાજાએ લીધો વિરામ, પાણી ફરી વળતાં બંધ થયેલા 44 રસ્તા પૈકી 31 રસ્તા થયા ખુલ્લા
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જેથી ભારે વરસાદથી બંધ થ

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જેથી ભારે વરસાદથી બંધ થયેલા વિસ્તારમાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યાં છે. પાણી ઓસરી જતાં બંધ થયેલા 44 પૈકીના 31 રસ્તા ખુલ્લા થયા છે.
ઓવર ટોપિંગની સ્થિતિ હતી
વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લઈને વલસાડની જિલ્લા પંચાયત હસ્તક આવતા અને નદીના તટ વિસ્તારમાંથી પસાર થતા 42 રસ્તાઓ અને 2 અન્ય રસ્તાઓ મળી કુલ 44 મુખ્ય રસ્તાઓ ઓવર ટોપિંગને લઈને વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.
હજુ પણ એલર્ટ યથાવત
વરસાદે વિરામ લેતા 31 રસ્તાઓ ઉપરથી નદીના પાણીઓ ઉતરી જતા રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઓવર ટોપિંગને લઈને બંધ રહેલા 13 રસ્તાઓ પૈકી વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતાકુલ 13 રસ્તાઓ અને 1 અન્ય રસ્તાઓ મળી વલસાડ જિલ્લાના કુલ 14 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. દમણગંગા નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને નદીના તટમાં ન જાવા એલર્ટ કરવામાં આવ્યા છે.








