મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બે બાઈક વચ્ચે ધડાકાભેર સર્જાયો અકસ્માત, ચા પીને નીકળેલા આધેડનુ નીપજ્યું મોત

સુરતમાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે હીરાબાગ નજીક એક અકસ્માત સર્જાયો હતો. બે બાઈક ધડાકાભેર અથડાઈ

સુરતમાં બે બાઈક વચ્ચે ધડાકાભેર સર્જાયો અકસ્માત, ચા પીને નીકળેલા આધેડનુ નીપજ્યું મોત

સુરતમાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે હીરાબાગ નજીક એક અકસ્માત સર્જાયો હતો. બે બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેથી ચા પીને ઘર તરફ જવા નીકળેલા આધેડનું મોત નીપજ્યું હતું. પરિવારમાં એકના એક કમાનારનું મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત બાદ અકસ્માત સર્જનારને લોકોએ પકડીને મેથિપાક આપી પોલીસ હવાલે કર્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં જનસેવાના નામે જોલા છાપનો વેપલો ન ચાલ્યો, વિવાદના 5માં દિવસે હોસ્પિટલને મરાયા તાળાં

મિત્ર સાથે ચા પીવા ગયા હતા

મોડી રાત્રે 12 વાગ્યે પ્રકાશભાઈ મિત્ર કેતન સાથે બાઈક લઈને ચા પીવા માટે ગયા હતા. ઘરથી થોડા જ દૂર હતા. ત્યારે એકે રોડ સાઇડથી પુરપાટ ઝડપી એક બાઈકચાલક આવ્યો હતો. જેણે પ્રકાશભાઇના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી પ્રકાશભાઈ રોડ પર પટકાયા હતા. માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે પાછળ બેસેલા યુવકને પગમાં ઇજા થઇ હતી. અકસ્માતબાદ લોકો એકઠા થઇ ગયા હતા. જેણે અકસ્માત સર્જનારને ઝડપી લઈ મેથિપાક આપી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે આરોપી અર્જુન વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

3 સંતાનો નોધારા

એ. કે. રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાંપ્રકાશભાઈ સાપરિયા રહેતા હતા. પરિવારમાં બે દીકરી અને એક 15 વર્ષીય દીકરો છે. પ્રકાશભાઈ કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક દીકરીના લગ્ન થઈ ગયાં છે અને નાની દીકરીના આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના છે. જોકે, તે પહેલાં જ પ્રકાશભાઈ અકસ્માતનો ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા.

આ સમાચાર શેર કરો