મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: ખાબડામાં પિતાએ બે પુત્રો સાથે કૂવામાં પડતું મૂકી કર્યો આપઘાત

મોરવાહડફ તાલુકાના ખાબડા ગામમાં સામૂહિક આપઘાતની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. જેમાં પિતાએ બે પુત્રો સાથે કૂવામાં ઝંપલાવી

પંચમહાલ: ખાબડામાં પિતાએ બે પુત્રો સાથે કૂવામાં પડતું મૂકી કર્યો આપઘાત

મોરવાહડફ તાલુકાના ખાબડા ગામમાં સામૂહિક આપઘાતની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. જેમાં પિતાએ બે પુત્રો સાથે કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું છે.  બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના ખાબડા ગામમાં શનિવારે 32 વર્ષીય પિતાએ બે સંતાનો સાથે કૂવામાં પડી સામૂહિક આપઘાત કર્યો છે.  બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પિતા અને બંને પુત્રોના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.  પ્રાથમિક તપાસમાં પતિ-પત્નીના ઝઘડાને કારણે સામૂહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 

મૃતકોના નામ

જગદીશભાઈ અશોકભાઈ પટેલ (ઉં.વ.32)

પ્રદિપ જગદીશભાઈ પટેલ (ઉં.વ.12)

જયેશ જગદીશભાઈ પટેલ (ઉં.વ. 04)

સુરતમાં સવારે 4 લોકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા

ઉલ્લેખનીય છે કે, આજે સવારમાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રાજહંસ રેસિડેન્સીમાં રહેતા 4 લોકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. રાત્રે સૂતા બાદ સવારે પરિવાર જાગ્યો નહીં. આ ચારના મોતનું રહસ્ય હાલ ઘેરાયું છે. ફૂડ પોઈઝન અથવા ગૂંગળામણથી મોત થયું હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો