Ahmedabad: નિકોલમાં પરણીતાએ સાસરીયા સામે નોંધાવી ફરિયાદ, દહેજ પેટે પગારના ₹13 લાખ આપવા છતાં વધુ માંગણીનો આક્ષેપ
શહેરના નિકોલ વિસ્તારમાં એક પરિણીત મહિલાએ તેના પતિ સહિત સાસરીયા પક્ષ સામે દહેજની માંગણી અને

શહેરના નિકોલ વિસ્તારમાં એક પરિણીત મહિલાએ તેના પતિ સહિત સાસરીયા પક્ષ સામે દહેજની માંગણી અને દબાણ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે વારંવારની માંગણીઓને કારણે તેણે પોતાના પગારમાંથી કુલ ₹13 લાખની રકમ દહેજ પેટે ચૂકવી દીધી હતી, તેમ છતાં સાસરીયા પક્ષ દ્વારા વધુ રકમની માંગણી ચાલુ રાખવામાં આવી હતી.
પગારના ₹13 લાખ ચૂકવ્યા
મળતી માહિતી મુજબ, પીડિત પરણીતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્ન બાદ તેના સાસરીયા પક્ષ દ્વારા સતત દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું અને તેને માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
પીડિતાએ પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેણે પોતાનું ઘર સાચવવા અને શાંતિ જાળવવા માટે પોતાના પગારમાંથી ₹13 લાખની મોટી રકમ સાસરીયા પક્ષને દહેજ પેટે આપી દીધી હતી. જોકે, આ રકમ ચૂકવ્યા બાદ પણ સાસરીયા પક્ષની દહેજની માંગણી સંતોષાઈ નહોતી અને તેમણે વધુ દહેજની માંગણી ચાલુ રાખી હતી.
નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
પરણીતાની આ ફરિયાદના આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સહિત સાસરીયા પક્ષના સભ્યો સામે દહેજ પ્રતિબંધક કાયદા અને ઘરેલુ હિંસા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.








