મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: BRTSનો ફરી કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત

અમદાવાદમાં શનિવારે રાત્રે BRTS બસની અડફેટે એક યુવકનું ગં

Ahmedabad news: BRTSનો ફરી કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત

અમદાવાદમાં શનિવારે રાત્રે BRTS બસની અડફેટે એક યુવકનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટના ખોડિયારનગર BRTS ટ્રેક પર બની હતી, જ્યારે યુવક તેના મિત્ર સાથે શાકભાજી લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ 29 વર્ષીય ફુલેન્દ્ર પ્રસાદ તેના મિત્ર સાથે શાકભાજી લેવા માટે નીકળ્યો હતો. બંને મિત્રો ખોડિયારનગર પાસે BRTS ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી BRTS બસે ફુલેન્દ્રને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક ફુલેન્દ્ર પ્રસાદ મૂળ ઉત્તર પ્રદેશ (યુપી)નો વતની હતો. તે તેના નાના ભાઈ સાથે અમદાવાદમાં રોજગારી મેળવવા માટે આવ્યો હતો અને અહીં શ્રમિક તરીકે કામ કરતો હતો. યુવકના અકાળે અવસાનથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં BRTS બસના ડ્રાઇવરની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો