સુરતમાં પરણિત યુવકે યુવતીને ફસાવી રૂપિયા પડાવ્યા, ગર્ભવતી થયા બાદ કેન્સર ડિટેક્ટ થતાં તરછોડી
સુરત લગ્નની લાલચ આપી પરણિત માલેતુજાર પરિવારના દીકરાએ બિઝનેસ ફિલ્ડમાં મોટુ નામ ધ

સુરત લગ્નની લાલચ આપી પરણિત માલેતુજાર પરિવારના દીકરાએ બિઝનેસ ફિલ્ડમાં મોટુ નામ ધરાવતી યુવતીને ફસાવી હતી. બાદમાં યુવકે ગર્ભવતી પણ બનાવી હતી. ગુઅલગ અલગ સ્થળોએ સાથે ફરવા જઈ યુવતી સાથે બદકામ કર્યું હતું. આ યુવક પોતે માલેતુજાર હોવા છતાં યુવતીના રૂપિયા મોજ શોખ કરતો હતો. યુવતી આ યુવકમાં પોતાનો પ્રેમ જોઇને લાખો રૂપિયા રોકડા અને લાખોની કીમતના ઘરેણા આપ્યાં હતાં.
પોલીસ સાથે સેટિંગ થયાની યુવકની શેખી
જોકે, ગર્ભવતી થયેલી યુવતીને અચાનક યુવતીને કેન્સર ડિટેક્ટ થયું હતું. જેની સારવાર માટે યુવતી રૂપિયા પરત માંગે છે. પણ અહિયાં આ યુવકની દાનત બગડે છે અને આ યુવતી સાથે સંબંધ તોડી નાખે છે. જોકે, યુવતીને રૂપિયા અને પ્રેમ બંને ગુમાવવાનો અને પોતાનું શારીરક ઉપયોગ થયો હોવાનું અનુભવાય છે. આથી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં સુરતના બે પોલીસ સ્ટેશનને કોઈ રસ નથી. ફરિયાદ ના નોંધવામાં રસ ન હોવાનું કારણ આ યુવક પોતે યુવતીને મેસેજ કે ફોન કરીને મોકલી રહ્યો છે કે, યુવતીની ફરિયાદ કોઈ નહિ સાંભળે આ યુવકે પોલીસ સ્ટેશન માં સેટિંગ કરી લીધું છે. યુવકને પોલીસ સ્ટેશનમાં અરજી થયાની જાણ થતાં આ યુવક અને તેના મિત્રો જાણે પોલીસ ખરીદાઈ ગઈ હોય તેવી રીતે શેખી મારતા ફોન અને મેસેજ આ યુવતીને કરી રહ્યા છે કે, પોલીસનું સેટઅપ અમે કરી લીધું છે. આ સેટઅપ થયું હોય તેવો અનુભવ પણ આ યુવતીને પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યો હતો.
યુવતીને બદનામ કરવા પ્રયાસ
આખરે કંટાળીને આ યુવતીએ ન્યાયની પૂકાર લગાવતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. હકીકતમાં પુરાવા મળે તો દુષ્કર્મની ફરિયાદો 24 થી 48 કલાકમાં નોંધાઈ જતી હોય છે. ત્યારે પુરાવાઓ હોવા છતાં પોલીસ શા માટે ફરિયાદ નથી નોંધી રહી. જેથી આ યુવતીના મનમાં મૂંઝવણ થઈ રહી છે. યુવતીના લાખો રૂપિયાના ઘરેણા ગીરવે મૂકી રૂપિયા ઉડાવી જનારા આ યુવક અને એના મિત્રો રૂપિયા પાછા ન આપવા પડે એના માટે આ યુવતીની ઈજ્જત ઉછાળવા સોશિયલ મીડિયામાં બેફામ પોસ્ટ પણ મૂકી રહ્યા છે.








