મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લીમાં સરકારી જમીનમાં જ ગાંજાનું વાવેતર, તલાટીને ફટકારાઇ નોટીસ

અરવલ્લી જિલ્લાના હાથીખાંટના મુવાડામાં મકાઇના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.જે ખેતરમાં ગાંજાનું

અરવલ્લીમાં સરકારી જમીનમાં જ ગાંજાનું વાવેતર, તલાટીને ફટકારાઇ નોટીસ

અરવલ્લી જિલ્લાના હાથીખાંટના મુવાડામાં મકાઇના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.જે ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું તે ખેતર સરકારી રેકર્ડ ઉપર શ્રીસરકારના નામે નીકળ્યું છે. આ ઘટનામાં તલાટીને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અરવલ્લી પોલીસની પ્રશંસા કરતા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

ડ્રોનની મદદથી ગાંજાનું ખેતર ઝડપાયું હતું

અરવલ્લીના હાથીખાંટના મુવાડા ગામમાં મકાઇના વાવેતરની આડમાં ગાંજાનું મોટાપ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. એલસીબીની ટીમે ડ્રોનની મદદ વડે વનસ્પતિજન્ય માદક દ્રવ્ય ગાંજાના 350 છોડનો પ્રતિબંધિત જથ્થો ઝડપી પાડ્યો હતો. હવે જે ખેતરમાં આ ગાંજાનું વાવેતર કરાયું હતું તે સર્વે નંબર 296ની જમીન પૈકીનુ આ ખેતર શ્રી સરકાર રેકર્ડ ઉપર શ્રીસરકારના નામે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવતા વિવાદ વકર્યો હતો અને આ વિવાદી પ્રકરણે તપાસ હાથ ધરવા જિલ્લા અધિક કલેક્ટર દ્વારા આદેશ અપાયા હતા. અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સખવાણીયા પંચાયતના તલાટી કમમંત્રીને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો.

ગાંજાનું વાવેતર વાળું ખેતર સરકારી જમીન ઉપર

અરવલ્લી જિલ્લા કલેક્ટર રાજેશ કુચારાને પ્રાથમિક તપાસમાં હાથીખાંટના મુવાડા ગામે જે જગ્યાએ ખેતરમાં ગાંજાનું વાવેતર કરાયું હતું. તે જમીન સરકારી હોવાનું જણાઇ આવ્યું હતું અને શ્રી સરકારના નામે આવેલ આ સ્થળે કોની મંજુરીથી કબ્જો મેળવાયો? કોની મંજુરીથી વાવેતર કરાયું હતું તેવા તપાસ પ્રશ્ને તપાસ કમિટિ નીમવામાં આવી હોવાનું અધિક જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો