મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ: AIIMS રાજકોટમાં 30 ICU બેડ તૈયાર કરાયા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમા

રાજકોટ અગ્નિકાંડ:  AIIMS રાજકોટમાં 30 ICU બેડ તૈયાર કરાયા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં શનિવારે  ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના જીવનદીપ બુઝાઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ બનાવને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ ઇજાગ્રસ્તોની શ્રેષ્ઠ સારવાર માટે AIIMS રાજકોટમાં 30 ICU બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત AIIMSને સંપૂર્ણ મદદ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

ફાયર સેફ્ટીની મંજૂરી વગર ચાલતા ગેમઝોન બંધ કરાવે

રાજ્યના પોલીસ વડાએ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને  તમામ ગેમ ઝોનની તપાસણી  કરવા અને ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમ ઝોન  બંધ કરાવવા સૂચના આપી છે.  આ કાર્યવાહી  મહાનગપાલિકાઓ તથા નગરપાલિકાઓના  ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં  રહીને કરવા પોલીસ મહાનિદેશક દ્વારા જણાવવામાં આવ્યું  છે. રાજકોટ શહેરમાં ગેમ ઝોન આગ દુર્ઘટનાને પગલે  આ સૂચનાઓ આપવામાં આવી છે.

મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરાશે 

આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું. 

આ સમાચાર શેર કરો