મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: યુનિમાં ગેરરીતિ કરનારા 89 વિદ્યાર્થીઓને મેનેજમેન્ટે ફટકાર્યો લાખોનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા છ

Surat news: યુનિમાં ગેરરીતિ કરનારા 89 વિદ્યાર્થીઓને મેનેજમેન્ટે ફટકાર્યો લાખોનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઈને યુનિવર્સિટીની માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ 89 વિદ્યાર્થીઓને રૂપિયા 2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હતી. જોકે, તપાસ દરમિયાન આ વિદ્યાર્થીઓ ઝડપાઇ ગયા હતા. યુનિવર્સિટીની માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી દ્વારા તપાસ કરાતા 32 વિદ્યાર્થીઓ કાપલી દ્વારા અને 12 વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક ગેઝેટ દ્વારા ચોરી કરતા ઝડપાયા હતા. આ સિવાય અન્ય વિદ્યાર્થીઓ પણ વિવિધ પ્રકારે ચોરી કરતા ઝડપાતા તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ કાર્યવાહીના ભાગરૂપે 89 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ બદલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

ગેરહાજર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી

નોંધનીય છે કે, કમિટીએ માત્ર ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓ જ નહીં, પણ નિયત સમયગાળામાં સુનાવણી માટે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે પણ કમિટી કાયદાકીય કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. 42 વિદ્યાર્થીઓ સુનાવણી માટે ગેરહાજર રહ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. 

89 વિદ્યાર્થીને રૂ. 2 લાખનો દંડ

માલપ્રેક્ટિસ ઈન્ક્વાયરી કમિટીએ તમામ કેસોની સુનાવણી હાથ ધરી હતી અને ગેરરીતિ સાબિત થતાં કુલ 89 વિદ્યાર્થીઓને રૂ. 2 લાખનો સામૂહિક દંડ ફટકાર્યો છે. યુનિવર્સિટીની આ કડક કાર્યવાહીથી પરીક્ષામાં ગેરરીતિ આચરનારા તત્ત્વોમાં ફફડાટ છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગરિમા જાળવી રાખવાની અને પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન આચરવાની ચેતવણી આપી છે.

આ સમાચાર શેર કરો