ગાંધીનગર: સચિવાલયના અધિકારીની ઓળખ આપી, સરકારી મકાનની ફાળવણી કરવાના બહાને પડાવ્યા રૂપિયા
અસલી ગુજરાતમાંથી નકલી શખ્સો પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર રોફ જમવાનીને છેતરપિંડી આચરતા ઝડપાતા રહે

અસલી ગુજરાતમાંથી નકલી શખ્સો પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર રોફ જમવાનીને છેતરપિંડી આચરતા ઝડપાતા રહે છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાંથી નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી CMO અધિકારી, નકલી ડોક્ટર સતત ઝડપાઈ રહ્યા છે, ત્યારે ગાંધીનગર સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપીને છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સચિવાલયના અધિકારીની ઓળખ આપી 20 લાખ પડાવ્યા
સચિવાલયના અધિકારીની ઓળખ આપી સરકારી મકાનની ફાળવણી કરનાર શખ્સે લાખો રૂપિયા ફરિયાદી પાસેથી પડાવ્યા હતા. આ શખ્સે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન આપવાના બહાને રૂપિયા પડાવ્યા હતા. શખ્સે કુલ 20 લાખ રૂપિયા પડાવ્યા હતા, વિરમ રાઠોડ નામના ઈસમ વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ભરૂચમાંથી નકલી ધારાસભ્ય ઝડપાયા
ભરૂચ જિલ્લા ભાજપના મહિલા આગેવાનને બદનામ કરનાર મહાઠગને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે. મહાઠગ ચિંતન પટેલ ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવી, ફેસબુક પર MLA લખી અને પોતે બહુ મોટો બિઝનેસમેન હોય તેવી ડંફાસો મારતો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં નકલીઓની ભરમાર, નકલી ધારાસભ્ય બની છેતરપિંડી કરતો મહાઠગ ઝડપાયો
ગુજરાતમાં નકલીની ભરમાર
ગુજરાતમાં કોઇપણ હોદ્દા નકલી બાકી રહ્યા નથી.ગુજરાતમાં બાકી હતું તે નકલી ધારાસભ્ય પણ સામે આવી ગયા છે. MLA ચિંતન પટેલ તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે મહાઠગે છેતરપિંડી આચરી હતી. વડોદરામાં કેટલાય સમયથી આશ્રય મેળવનાર ચિંતન પટેલ વડોદરાના અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં હાથ લાગતો નહતો.






