મહિસાગરમાં દીકરીને જાતિનો દાખલો ન મળતાં પિતાનો આપઘાત, ધક્કા ખાવા છતાં નહોતો મળતો ન્યાય

રાજ્યમાં કથળેલા વહિવટનો ભોગ સામાન્ય લોકોને બનવું પડતું હોવાનો વરવો નમૂનો સામે આવ્યો છે. મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના રણકપુર ગામે જાતિનો દાખલો ન મળતા એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું હતું. રણકપુર ગામનાં ડામોર ઉદાભાઈએ પુત્રી માટે જાતિનો અંગ્રેજી દાખલો મેળવવા અરજી કરી દાખલો ન મળતા આત્મ હત્યા કરી હતી.
પરિવારના આક્ષેપ
પુત્રી ધ્રુવીશાના દાખલા માટે અનેક ધક્કા ખાવા છતાં યોગ્ય ન્યાય ન મળતા પિતાએ જીવન ટૂંકાવ્યું હતું. ડામોર ઉદાભાઈ દ્વારા કડાણા મામલતદારના અવાર નવાર ધક્કા ખાતા અંતે કોઈ દિશા ન મળતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ડામોર ઉદાભાઈ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી જેમાં નાયબ મામલતદાર તેમજ મામલતદાર ત્રાસ આપતા હોવાને લઈ જીવન ટૂંકાવ્યાનો ઉલ્લેખ કર્યો હતો. અનેક પુરાવા આપવા છતાં એક મહિનાથી સતત ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો દ્વારા કરાયા છે. મામલતદાર અને નાયબ મામલતદાર સામે ફરિયાદ નોંધાવા પરીવાર અને સ્થાનિક લોકો માગ કરી રહ્યાં છે.
ફાંસો ખાઈ આપઘાત
વિશ્લેષણ સમિતિના તમામ પુરાવા આપવા છતાં પણ પરિવારને દાખલો ન મળતા પરિવારનાં મોભીએ આત્મ હત્યા કરી હતી. ઉદાભાઈ ડામોર કડાણા પોલીસ સ્ટેશન ખાતે જી.આર.ડી વિભાગમાં નોકરી કરી રહ્યા હતા. આખરે પોતાની છોકરીને નોકરી માટે અંગેજી દાખલાની જરૂર હોવાંને લઈ ન મળતાં મોતને પિતાએ વ્હાલુ કર્યું હતું. પિતાએ અંતે હારી જતા ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પરિવાર પાસે ગુજરાતી જાતિનો દાખલો હોવાનું રટણ જ્યારે મામલતદારમાં તે દાખલો ન મુકતા હોવાનું રટણ મામલતદાર કરી રહ્યાં છે. મામલતદાર કચેરીમાં જે પુરાવા માંગ્યા હતાં. તે પુરાવા ન મુકતા તેઓને પૂર્તતા માટે પાછા નાયબ મામલતદાર કડાણા મોકલ્યા હતા.

