Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Clash between two groups in Kothamba

લુણાવાડા: કોઠંબામાં બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ લોકોએ યુવકને ઢોર માર મારતા તંગદિલી

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2025
લાઇવ ટીવીGoogle News
લુણાવાડા: કોઠંબામાં બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ લોકોએ યુવકને ઢોર માર મારતા તંગદિલી

મહિસાગરના લુણાવાડાના કોઠંબા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. દલિત યુવકને હેન્ડ્સ ફ્રી બાબતે પાંચ યુવકો દ્વારા ઢોર માર મારવામાં આવતા ગામમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

App Store

લુણાવાડાના કોઠંબામાં જૂથ અથડામણ

લુણાવાડાના કોઠંબા ગામમાં દલિત યુવકને હેન્ડ્સ ફ્રી ચેન્જ કરવા જેવી સામાન્ય બાબતે પાંચ યુવકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. તે બાદ બે જૂથ વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા સઘન તપાસ કરીને આ ઘટનામાં એક સગીર સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

બે કોમના અગ્રણીઓને બોલાવીને પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને જે બે યુવકો વચ્ચે મારામારી થઇ હતી તેમની વચ્ચે મધ્યસ્થી કરાવી હતી. ડીવાયએસપીની અધ્યક્ષતામાં રાત્રી દરમિયાન શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.