મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી 91 લાખ પડાવનાર સાથીદાર સાથે પૂરાયો પાંજરે 

સુરતમા સિટીલાઇટની 30 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી ગર્ભવતી થઈ

સુરતમાં લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી 91 લાખ પડાવનાર સાથીદાર સાથે પૂરાયો પાંજરે 

સુરતમા સિટીલાઇટની 30 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. સાથે જ કેન્સરની પીડિત થઈ હોવાથી તેને નરાધમે તરછોડી દીધી હતી. જો કે, કેન્સરની સારવાર દરમિયાન પણ નરાધમે યુવતીનો દેહ અભડાવ્યો હતો.

રોકડા રૂપિયા દાગીના પડાવ્યા

યુવતી પાસેથી નરાધમે રોકડ અને દાગીના મળી 90.92 લાખ પડાવ્યા હતા. પ્રેમી પરેશ લાભુ માણીયા(રહે,પંચવટી રો હાઇસ, પુણાગામ), તેના મિત્ર સુરેશ ઘનશ્યામ બુહા(રહે,અશ્વીન સોસા, વરાછા) અને અશોક રામજી ભુંગળીયા(રહે,બાલાજી સોસા,વરાછા)ની સામે રેપનો ગુનો નોંધ્યો છે. પોલીસે પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે.

ધમકી પણ અપાઈ

સુરેશ મારફતે યુવતી પ્રેમી પરેશના સંપર્કમાં આવી હતી. અગાઉ યુવતીએ ઘડિયાળ વેચવા સુરેશને કોલ કર્યો અને ત્યારે સુરેશ ગોવા હોવાની વાત કરી હતી. પછી સુરેશે તેના મિત્ર પરેશને મુલાકાત કરાવી હતી. યુવતીને પરેશ સાથે મિત્રતામાં પ્રેમસંબંધ થયો હતો. પ્રેમીએ લગ્નની લાલચે યુવતી પાસેથી દાગીના ગીરવે મુકાવી 16.50 લાખ, દાગીના વેચાણના 24.42 લાખ અને 50 લાખ રોકડ મળી 90.92 લાખ પડાવ્યા હતા અને યુવતીને તરછોડી હતી. બાદ સુરેશ અને અશોકે ધમકાવી હતી.

આ સમાચાર શેર કરો