લોકસભા-2024: રાજ્યમાં પાંચ કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખ પ્રથમ વખત કરશે મતદાન
લોકસભાની સામાન્ય તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે 7મીમે એ મતદાન થવાનું છે. રાજ્યના

લોકસભાની સામાન્ય તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે 7મીમે એ મતદાન થવાનું છે. રાજ્યના અંદાજીત પાંચ કરોડ મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં છેલ્લા આંકડા પ્રમાણે 4,97,68,677 મતદારો નોંધાયા છે. આ યાદીમાં 18થી 19 વર્ષના મતદારોની સંખ્યા 1,22,0438 થવા જાય છે. જેમને પ્રથમ વખત મતદાન કરવાની તક મળશે.
રાજ્યના મુખ્ય નિર્વાચિન અધિકારીની કચેરી દ્વારા પાંચમી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં 4.94 કરોડ મતદારો હતા. પરતું 9 એપ્રીલે મળેલી નવી અરજીઓ પૈકી 3,19,209 મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં 2,56,16,540 પુરુષ, 2,41,50,603 મહિલા અને ત્રીજી જાતિના 1,534 મતદારોનો સમાવેશ થાય છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે 15મી માર્ચ 2024 સુધીમાં અરજી કરનારા તમામ નાગરિકોને એપિક કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં 49,140 મતદાન મથકો
રાજ્યમાં કુલ 27,55 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે.
7મીમેના રોજ યોજાનારી ચૂંટણી માટે 27મી એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કુલ 25 સંસદીય મતવિસ્તારોમાં 49140 મતદાન મથકોમાં મતદાન થશે, જે પૈકી અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગના 1,820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશે. એ ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીઓમાં 1,282 મતદાન મતથકોમાં મતદાન થશે.
22,701 લોકોએ ઘર મતદાન( હોમ વોટીંગ)ની કરી અરજી
રાજ્યમાં 85 વર્ષ કે તેથી વધુ વય ધરાવકા 18,490 વરિષ્ઠ મતદારો તેમજ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 4,211 દિવ્યાંગ મતદારો મળી કુલ 22,701 મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી છે.
આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જુથનાં કુલ 1,16,06,188 યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 85થી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 4,19,584 છે. રાજ્યમાં 10,036 મતદારો 100 વર્ષથી વધુ વયના છે. 3,75,683 મતદારોને દિવ્યાંગ મતદારો તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે, જેમાં 22,23,550 મતદારો છે, જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા 17,23,353 મતદાતા છે.
28મી એપ્રિલે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન
28મી એપ્રિલે રાજ્યમાં નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બૂથ લેવલ ઓફિસર સવારે 9થી 12.30 વાગ્યા સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થા વિશે માહિતગાર કરશે.








