સુરતમા લાઈવ મ્યૂઝિક ઇવેન્ટ, ગુજરાતી,હિન્દી ગીતોના તાલે ઝૂમ્યા યંગસ્ટર્સ
સુરતના મોટા વરાછામાં લાઈવ મ્યૂઝિક ઈવેન્ટ યોજાઈ હતી. મોટા વરાછા ખાતે મ્યૂઝિક ઇવેન્ટમ

સુરતના મોટા વરાછામાં લાઈવ મ્યૂઝિક ઈવેન્ટ યોજાઈ હતી. મોટા વરાછા ખાતે મ્યૂઝિક ઇવેન્ટમાં લાઈવ પરફોર્મન્સ યોજાયુ હતું. જેમા પ્રિયેશ હિરપરાએ પર્ફોમન્સ યોજાયુ હતુ. જેમાં ગુજરાતી,હિન્દી ગીતોના તાલે યંગસ્ટર્સ ઝૂમ્યા હતાં.
મોટી સંખ્યામા લોકો ઝૂમ્યા
પ્રિયેશ હિરપરાના શોમાં મોટી સંખ્યામાં લોકોએ સંગીતની મજા માણી હતી. પ્રિયેશ કહે છે કે, શરૂઆતનાં સમયમાં દાદા અને પપ્પાને સાંભળીને હું પણ ગીતો ગણગણાવતો એમાંથી મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખ્યો અને પછી ગાતા શીખ્યો. અલગ અલગ જગ્યાએ પર્ફોમ કરતા લોકોએ મને જોયો ત્યાર પછી હું નવરાત્રીમાં, લાઈવ કોન્સેટમાં, કેફેમાં પર્ફોમ કરતો થયો.
લોકોની ડિમાન્ડ પર ગીતો ગવાયા
ઈવેન્ટમાં લોકોની ડિમાન્ડ ઉપર ગુજરાતી ગીતો ગવાયા હતા. ગુજરાતી ભાષાના ગીતો વધારે ગવાયા હતા. હિન્દી તથા બીજી ભાષામાં, પણ ગુજરાતી ગીતો પ્રત્યે લોકોને વધારે વગાવ હોવાથી તે ગીતો ગવાયા હતા. જો કે, લોકોએ મનભરીને મ્યૂઝિકને માણ્યુ હતુ.








