ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઇ, કડીના ધારાસભ્યનું નિધન થતા PM મોદી સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
મહેસાણા કડીના વરિષ્ઠ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું થયું નિધન. લાંબા સમયથી કેન્સ

મહેસાણા કડીના વરિષ્ઠ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું થયું નિધન. લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડત આપ્યા બાદ આજે કરશનભાઈ પામ્યા મૃત્યુ. CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળ પહોંચ્યું અંતિમ દર્શને.
સાદગીભર્યું જીવન, સરકારી બસમાં કરતાં મુસાફરી
નોંધનીય છે કે કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી.
કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી.
PM મોદીએ ટ્વિટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
ધારાસભ્ય કરશનભાઇ સોલંકીના અવસાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુ:ખ વ્યક્ત કરી ટ્વિટર પર ટ્વિટ કરી સ્વ. કરશનભાઇ સોલંકીની સેવાકીય પ્રવૃત્તિને યાદ કરી, પરિવારને સાંત્વના આપી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળ અંતિમ દર્શને પહોંચ્યા
કરશનભાઈણા અવસાનના સમાચાર મળ્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના અંતિમ દર્શને પહોંચ્યા હતા. સાથે જ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કર્યા અંતિમ દર્શન. સ્વ.કરશન સોલંકીના અંતિમ દર્શનમાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, રજની પટેલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, "મને તાલુકા પંચાયત વખતથી કરશનભાઇ સોલંકી સાથે કામ કરવાની તક મળી હતી. ખૂબ સરળ સ્વભાવના કરશનભાઇ સોલંકી આજે આપણી વચ્ચે નથી રહ્યા. મુઠી ઉચેરા માનવી તરીકેની જિંદગી કરશનભાઇ સોલંકી રાજકીય ક્ષેત્રે જીવ્યા છે. પ્રજાના પ્રશ્ન માટે સતત દોડતા ધારાસભ્ય કરશનભાઈ સોલંકીને હું મારા હ્રદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."
ગુજરાત રાજકારણને અનુભવી નેતાની ખોટ રહેશે
કરશનભાઈએ તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન કડી વિસ્તારના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સતત બે ટર્મથી વિધાનસભામાં ચૂંટાઈને આવતા કરશનભાઈ રાજકીય વર્તુળમાં '108'ના નામે ઓળખાતા. જે તેમની લોકપ્રિયતા અને કાર્યક્ષમતાનો પુરાવો છે. તેવામાં ગુજરાત વિધાનસભા ફરી એક વખત ખંડિત થઈ. 182 સભ્યો ધરાવતી આ વિધાનસભામાં હાલ કડીના ધારાસભ્યનું નિધન થતાં ફરી ખાલી પડી આ જગ્યા. તેમના અવસાનથી ગુજરાતના રાજકારણમાં એક અનુભવી નેતાની સતત ખોટ વાર્તાશે.








