સુરતમાં વરસતા વરસાદમાં મહારાજ ફિલ્મનો વિરોધ, સંતો-મહંતોની સાથે મોટી સંખ્યામાં જોડાયા સનાતનીઓ
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. સનાતન

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ રજૂઆત કરાઈ હતી. વનિતા વિશ્રામથી કલેકટર કચેરી સુધી રેલી યોજાઇ હતી. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. બેનરો સાથે રેલી યોજી રજૂઆત કરાઈ હતી.કલેકટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
અપમાન કરનાર પર પ્રતિબંધની માગ
વૈષ્ણવ મહારાજે કહ્યું કે, સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે. મહારાજ ફિલ્મ બનાવવામાં આવ્યું છે. જે એક પુસ્તક મહારાજ નામનું છે તેના પરથી બનાવવામાં આવ્યું છે. જેથી અમારી સરકાર પાસે આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધની માગ કરી રહ્યાં છીએ. ફિલ્મમાં ધર્મને ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે. સરકાર હિન્દુ તરફી હોવા છતાં કંઈ થઈ રહ્યું નથી તે દુઃખની બાબત છે.
આ પ્રકારની ફિલ્મો બને જ નહી તેવી માગ
બજરંગ દળના કમલેશ ક્યાડાએ કહ્યું કે, મહારાજ જેવી ફિલ્મો બહુ બની રહી છે. જેથી આગામી સમયમાં આ પ્રકારની ફિલ્મો ન બને કે ઓટીટી જેવા પ્લેટફોર્મ પર ન દર્શાવવામાં આવે તેવી માગ કરી છે. હજુ પણ બે નવલકથા પરથી ફિલ્મો બનવાની છે તેવી વાતથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માગ કરી રહ્યા છીએ કે, આગામી સમયમાં આ પ્રકારના હિન્દુ સમાજની લાગણીઓ ન દુભાય તે માટે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.








