મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની લાજપોર જેલમાં નારાયણ સાંઇ બન્યો બીમારીનું ઘર, માથામાં દુઃખાવો ઉપડયો, સ્કીનની પણ તકલીફ

સુરતની સાધિકાઓ સાથેના દુષ્કર્મમાં સંડાવાયેલો નારાયણ સાંઇ લાજપોર જેલમાં બીમારીનું

સુરતની લાજપોર જેલમાં નારાયણ સાંઇ બન્યો બીમારીનું ઘર, માથામાં દુઃખાવો ઉપડયો, સ્કીનની પણ તકલીફ

સુરતની સાધિકાઓ સાથેના દુષ્કર્મમાં સંડાવાયેલો નારાયણ સાંઇ લાજપોર જેલમાં બીમારીનું ઘર બની ગયો છે. નારાયણ સાંઈને વિવિધ તકલીફો થતા સચીનમાં સેન્ટ્રલ જેલથી પોલીસ કાફલા સાથે સારવાર માટે નવી સિવિલમાં લવાયો હતો. જ્યાં તેણે માથાના દુઃખાવાની અને સ્કીનની તકલીફ હોવાની સારવાર કરાવી હતી.

બંદોબસ્ત સાથે લવાયો

નવી સિવિલથી મળેલી વિગત મુજબ  દુષ્કર્મના ગુન્હામાં નારાયણ સાંઇને સજા થતા લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા કાપી  રહ્યો છે. ગત સપ્તાહમાં જ તેણે દાંતમાં દુઃખાવાની ફરીયાદ કરતા સિવિલમાં લવાયો હતો. ત્યારે મસ્તીથી ટહેલતો જોવા મળ્યો હતો. હવે આજે સવારે તેણે જેલના ડોકટરને ફરિયાદ કરી હતી કે, તેને ઘણા સમયથી માથામાં દુઃખાવો અને ચામડીની તકલીફ છે.  જેથી જેલ પોલીસના બંદોબસ્ત સાથે તેને આજે ફરી નવી સિવિલમાં લવાયો હતો. કિડની બિલ્ડીંગમાં ન્યુરોફિઝીશીયન ડોકટર પાસે ચેકઅપ કરાયું હતું. બાદમાં તેને સિવિલની જુની બિલ્ડીંગમાં ચામડી વિભાગની ઓ.પી.ડીમાં  લઇ જવાયો હતો.  બંને વિભાગના ડોકટરોએ જરુરી સારવાર આપ્યા બાદ  પોલીસ તેનો હાથ પકડીને જેલની વાનમાં બેસાડીને લઇ ગઇ હતી.

11 વર્ષથી જેલમાં બંધ

આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. નારાયણ સાઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ 2014માં કેસ દાખલ થયો હતો, જેનો વર્ષ 2019માં ચુકાદો આવ્યો હતો. એમાં કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. નારાયણ સાઈ છેલ્લા 11 વર્ષથી લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે.

આ સમાચાર શેર કરો