Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Two youths killed in lightning strike in Rapar taluka

રાપર તાલુકામાં આકાશી આફતનો કહેર, વીજળી પડતાં બે યુવકોના મોત

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
રાપર તાલુકામાં આકાશી આફતનો કહેર, વીજળી પડતાં બે યુવકોના મોત
સોર્સ : Google

કચ્છના રાપર તાલુકામાં બે દિવસમાં વીજળી પડવાની અલગ-અલગ બે ઘટનાઓમાં બે યુવકોના મોત થયા છે. જીલાર વાંઢ વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલા કેસાભાઈ તરસી કોળી પર વીજળી પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

App Store

બીજી ઘટના આડેસર ગામે બની હતી, જ્યાં વીજળી પડતાં જયંતિભાઈ ભવાનભાઈ પરમાર નામના યુવકનું મોત થયું હતું. વરસાદી માહોલ વચ્ચે રાપર તાલુકામાં વીજળી પડવાની બે ઘટનાઓથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ડુંગર, ખેતર અને વાડી વિસ્તારોમાં કામ કરતા લોકોને વરસાદ અને વીજળીના સમયે સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

માંડવીમાં ધોધમાર વરસાદ 

માંડવી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં સમગ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ સર્જાયો છે. ધોધમાર વરસાદના કારણે નાગનાથ મહાદેવ માર્ગ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસેલા વરસાદને લીધે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. માર્ગો પર પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં મુશ્કેલીનો માહોલ જોવા મળી રહ્યો છે.