Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : gambling den busted with liquor party, 7 arrested including former DDO, engineer

Kutch news: હોટલમાં દારૂની મહેફિલ સાથે હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, પૂર્વ DDO, સરકારી ઈજનેર સહિત 7 ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Kutch news: હોટલમાં દારૂની મહેફિલ સાથે હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, પૂર્વ DDO, સરકારી ઈજનેર સહિત 7 ઝડપાયા
સોર્સ : GSTV

શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસે સક્રિયતા વધારી છે. ત્યારે, ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી એક લક્ઝરી હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં કેટલાક અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ પણ હતા. 

App Store

ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે, મધરાત્રે લગભગ બાર વાગ્યાના અરસામાં હોટલના રૂમ નંબર 404માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે રૂમમાં પ્રવેશી ત્યારે ટેબલની આસપાસ ખુરશીઓમાં સાત શખ્સો ગંજીફાથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. ટેબલ પર મોંઘી વિદેશી બ્રાન્ડની વ્હિસ્કીની બે બોટલો અને પૈસાનો ઢગલો પડેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બે શખસો દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે કુલ 15.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હોટલમાં અધિકારી અને પૂર્વ અધિકારીઓ દારૂની મહેફિલ સાથે જુગાર રમતા રંગે હાથે ઝડપાયા છે, જેમાં પૂર્વ ડીડીઓ ચંદ્રકાંત પટેલ, ભુજ R&B વિભાગના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર ચિરાગ ડુડીયા, સરકારી એન્જિનિયર નરેન્દ્ર ભદ્રા સહિતનો સમાવેશ થાય છે.

પોલીસે ઘટનાસ્થળેથી સાત લોકોની ધરપકડ કરી હતી. જેમાં કિરીટ રમેશભાઈ પટેલ, ચંદ્રકાન્ત જાદવજી પટેલ, જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા, સંજય પ્રવિણભાઈ પટેલ, નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા અને અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર સહિત અન્ય એક ઇસમને પોલીસે ઝડપ્યો છે. પોલીસે દરોડા દરમિયાન, જુગારના પટમાંથી રૂ. 14,000 અને જુગારીઓની અંગઝડતીમાંથી રૂ. 1 લાખ રોકડા મળી કુલ રૂ. 1.14 લાખ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રૂ. 4.70 લાખના આઠ મોબાઈલ ફોન અને આરોપી ચિરાગ ડોડીયાની રૂ. 10 લાખની કાર પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂ પીધેલા બે શખ્સો સામે અલગ ગુનો નોંધાયો

ઝડપાયેલા આરોપીઓમાંથી કિરીટ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલા દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેમના કબજામાંથી રૂ. 24,000ની કિંમતની વિદેશી બ્રાન્ડના દારૂની બે બોટલો મળી આવી હતી, જે જયેન્દ્ર ઝાલા દ્વારા લાવવામાં આવી હોવાનું ખુલ્યું છે. આથી પોલીસે બંને વિરુદ્ધ દારૂબંધી કાયદા હેઠળ અલગથી ગુનો નોંધ્યો છે.

પોલીસના કાર્યવાહી સામે ઉઠ્યા છે સવાલ

આ હાઈપ્રોફાઈલ દરોડા અંગે પોલીસે હજુ સુધી આરોપીઓના ફોટા સાથેની પ્રેસનોટ જારી કરી નથી, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. જેમ કે, ટેબલ પર ચાર ગ્લાસ હોવા છતાં માત્ર બે જ વ્યક્તિઓ દારૂ પીધેલા કેમ પકડાયા? શું બાકીના આરોપીઓ તેમની કાર વગર આવ્યા હતા? રૂમ કોણે બુક કરાવ્યો હતો? આ અંગે ભુજ એ ડિવિઝનના પીઆઈ અલ્પેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો પ્રતિસાદ મળ્યો નહોતો. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.