Video: ગાંધીનગર મનપામાં ભાજપે સત્તા મેળવ્યા બાદ નવા પદાધિકારીઓની વરણી કરી

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે જીત મેળવ્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે. મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. નાની ઉંમરે મેયર બનવાની તક આપવા બદલ રૂપસિંહ ઠાકોરે મોવડી મંડળનો પણ આભાર માન્યો હતો. સાથે જ ગાંધીનગર શહેરના વિકાસના કામોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. શહેરના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરવાની ખાતરી પણ તેમણે આપી છે.
જાહેરાત







