Video: કચ્છના રાપર અને આડેસરમાં સાતસો ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

કચ્છ જિલ્લાના રાપર અને આડેસર ખાતે સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી મામલતદાર, મહેસૂલ વિભાગ અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ અંદાજે સાતસો ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે, જેની બજાર કિંમત આશરે દસ લાખ વીસ હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું છે. રાપરમાં રહેણાંક હેતુથી બનાવાયેલું એક મકાન તોડી પાડવામાં આવ્યું છે, જ્યારે આડેસરમાં કોમર્શિયલ હેતુથી ઊભી કરાયેલી છ દુકાનો અને એક હોટલનું દબાણ દૂર કરાયું છે. તંત્ર દ્વારા સમગ્ર જમીન દબાણમુક્ત કરાવીને સરકાર હસ્તક લઈ લેવાની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
જાહેરાત














