મોઢવાડિયા વનમંત્રી- પાનસેરિયા આરોગ્ય, જાણો નવા મંત્રીમંડળમાં કોને ક્યું ખાતું સોંપાયું
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થયા બાદ હાલમાં સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થયા બાદ હાલમાં સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ સવા કલાક સુધી ચાલી હતી. નવા મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી પણ થઈ ચૂકી છે. હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમનું કેબિનેટમાં કદ વધી ગયું છે.
| હર્ષ સંઘવી | નાયબ મુખ્યમંત્રી | ગૃહ, કાયદો અને ન્યાય, રમત-ગમત અને યુવા |
| કનુ દેસાઈ | કેબિનેટ મંત્રી | નાણા અને શહેરી વિકાસ |
| ઋષિકેશ પટેલ | કેબિનેટ મંત્રી | ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ |
| કુંવરજી બાવળિયા | કેબિનેટ મંત્રી | શ્રમ અને રોજગાર |
| અર્જુન મોઢવાડિયા | કેબિનેટ મંત્રી | વન અને પર્યાવરણ, સાયન્સ ટેક્નોલોજી |
| જીતુ વાઘાણી | કેબિનેટ મંત્રી | કૃષિ અને સહકાર |
| રમણ સોલંકી | કેબિનેટ મંત્રી | અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા |
| પ્રદ્યુમન વાજા | કેબિનેટ મંત્રી | સામાજિક ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ |
| નરેશ પટેલ | કેબિનેટ મંત્રી | આદિજાતિ વિકાસ |
| પ્રફુલ પાનશેરિયા | રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) | આરોગ્ય |
| ઈશ્વરસિંહ પટેલ | રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) | પાણી પુરવઠા અને જળ સંપત્તિ |
| મનીષા વકીલ | રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) | મહિલા અને બાળ વિકાસ |
| પરસોત્તમ સોલંકી | રાજ્યકક્ષા | મત્સ્ય ઉદ્યોગ |
| રીવાબા જાડેજા | રાજ્યકક્ષા | પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ |
| પી.સી. બરંડા | રાજ્યકક્ષા | આદિજાતિ વિકાસ, અન્ન-નાગરિક પુરવઠો, ગ્રાહક બાબત |
| કાંતિ અમૃતિયા | રાજ્યકક્ષા | શ્રમ અને રોજગાર |
| કૌશિક વેકરિયા | રાજ્યકક્ષા | કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, સંસદીય બાબતો |
| રમેશ કટારા | રાજ્યકક્ષા | કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન |
| જયરામ ગામિત | રાજ્યકક્ષા | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક તથા નાગરિક ઉડ્ડયન |
| દર્શના વાઘેલા | રાજ્યકક્ષા | શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ |
| પ્રવીણ માળી | રાજ્યકક્ષા | વન અને પર્પાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, વાહન-વ્યવહાર |
| સંજયસિંહ મહીડા | રાજ્યકક્ષા | મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્રામીણ વિકાસ |
| કમલેશ પટેલ | રાજ્યકક્ષા | નાણાં, પોલીસ હાઉસિંગ, નશાબંધી-આબકારી |
| ત્રિકમ છાંગા | રાજ્યકક્ષા | ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ |
| સ્વરૂપજી ઠાકોર | રાજ્યકક્ષા | ખાદી અને ગ્રામોદ્યોગ |
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ (સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો.)
નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી (ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSMe વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન)
કેબિનેટ મંત્રી
ઋષિકેશ પટેલ (ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો.)
જીતુ વાઘાણી (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન.)
કુંવરજી બાવળિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ.)
કનુ દેસાઈ (નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ)
નરેશ પટેલ (આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ.)
અર્જુન મોઢવાડિયા (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી.)
ડૉ. પ્રદ્યુમન વાજા (સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ.)
રમણ સોલંકી (અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.)
રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
ઈશ્વર પટેલ (પાણી પુરવઠા અને જળસંપત્તિ)
પ્રફુલ પાનસેરિયા (આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ)
મનીષા વકીલ (મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા)
રાજ્ય કક્ષાના મંત્રી
પરસોત્તમ સોલંકી (મત્સ્યોદ્યોગ)
કાંતિલાલ અમૃતિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર)
રમેશ કટારા (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન)
દર્શના વાઘેલા (શહેરી વિકાસ આવાસ)
કૌશિક વેકરિયા (કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો)
પ્રવીણ માળી (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન)
જયરામ ગામિત (રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન)
ત્રિકમ છાંગા (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)
કમલેશ પટેલ (નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ)
સંજયસિંહ મહિડા (મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ)
પી.સી. બરંડા (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો)
સ્વરૂપજી ઠાકોર (ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ)
રિવાબા જાડેજા (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ)
હર્ષ સંઘવીને DyCM બનાવાયા છે. ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નહોતા. જિતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા હતા.
કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.








