મુખ્ય સામગ્રી પર જાઓ

Anand news: આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચયાતને સરકારે નગરપાલિકા કરી જાહેર, ભૌગોલિક સ્થિતિના આધારે થશે નવું સીમાંકન

ગુજરાત સરકારે આણંદ જિલ્લાની એક ગ્રામ પંચાયતને નગરપાલિકા જાહેર કરી છે.

Anand news: આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચયાતને સરકારે નગરપાલિકા કરી જાહેર, ભૌગોલિક સ્થિતિના આધારે થશે નવું સીમાંકન

ગુજરાત સરકારે આણંદ જિલ્લાની એક ગ્રામ પંચાયતને નગરપાલિકા જાહેર કરી છે. મળતા અહેવાલ પ્રમાણે  આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે   સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા તારાપુરના વિકાસ માટે તારાપુર નગરપાલિકાના દરજ્જો આપવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી.

તારાપુર ગ્રામ પંચાયતમાંથી પ્રમોશન આપી " ક " વર્ગની નગરપાલિકા

તારાપુર ગ્રામ પંચાયતમાંથી પ્રમોશન આપી " ક " વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે. છેલ્લા દોઢેક વર્ષથી તારાપુર ગ્રામપંચાયતમાં વહીવટદારનું શાસન હતું. તો બીજી તરફ આણંદ જિલ્લાની ૯મી અને રાજ્યની ૧૫૦મી નગરપાલિકા બની છે. 

સરકાર નવા સીમાંકનની કાર્યવાહી કરાશે

ભૌગોલિક સ્થિતિના આધારે સરકાર નવા સીમાંકનની કાર્યવાહી કરાશે, તારાપુર મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકા જાહેર કરાતા ગામ સહીત તાલુકાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી.

આ સમાચાર શેર કરો