Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Nadiad POCSO court gives landmark verdict, 4 years imprisonment to accuse

Kheda news: નડિયાદની પોક્સો કોર્ટનો દાખલારૂપ ચુકાદો, સગીરાનું અપહરણ કરનાર આરોપીને 4 વર્ષની સખત કેદ

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Kheda news: નડિયાદની પોક્સો કોર્ટનો દાખલારૂપ ચુકાદો, સગીરાનું અપહરણ કરનાર આરોપીને 4 વર્ષની સખત કેદ
સોર્સ : ai

ખેડા જિલ્લાના ઠાસરામાં 15 વર્ષ અને 2 માસની સગીર વયની બાળકીનું અપહરણ કરવાના ગુનામાં નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીને 4 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 2,500નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર બાળકીને આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

બનાવની વિગત એવી છે કે, ઠાસરાના વાલ્મિકી વાસમાં રહેતા 22 વર્ષીય આરોપી અક્ષયકુમાર ઉર્ફે અક્કી સંજયભાઈ ખોડાભાઈ વાલ્મિકીએ આ ગુનો આચર્યો હતો. તારીખ 20/10/2023ના રોજ સવારના 11:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન, આરોપીએ ઠાસરાના હુસેની ચોકથી ફરિયાદીની 15 વર્ષ અને 2 માસની દીકરીને નિશાન બનાવી હતી.

બાળકી સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં, આરોપીએ તેને લલચાવી, ફોસલાવીને પોતાના એક્ટિવા ઉપર બેસાડીને અપહરણ કર્યુ હતું. જે અંગે ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ પોક્સો એક્ટની કલમ-18 મુજબ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આ કેસ નડિયાદની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. કેસ દરમિયાન અંદાજે 6 જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને 14 સાહેદોની જુબાનીઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીને ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવીને સજા ફટકારી હતી.

કેદ અને દંડ

ઈ.પી.કો. કલમ-363 મુજબના ગુનામાં આરોપીને 4 વર્ષની સજા તથા રૂ. 2,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 2 માસની કેદની સજા ભોગવવી પડશે. કોર્ટે ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ રૂપિયા 50,000 વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.