મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડા: મહુધાથી મહેમદાવાદ રૂટ પર એસટી બસનો આજે ફરી અકસ્માત, 5થી વધુ ઈજાગ્રસ્ત

ખેડા: હજી ગઈકાલે મહુધાથી મહેમદાવાદ રૂટ પર અકસ્માતમા એકનો ભોગ લેવાયો હતો, એ ઘટ

ખેડા: મહુધાથી મહેમદાવાદ રૂટ પર એસટી બસનો આજે ફરી અકસ્માત, 5થી વધુ ઈજાગ્રસ્ત

ખેડા: હજી ગઈકાલે મહુધાથી મહેમદાવાદ રૂટ પર અકસ્માતમા એકનો ભોગ લેવાયો હતો, એ ઘટના ભુલાઈ નથી ત્યારે એ જ રૂટ પર આજે અકસ્માતની અન્ય એક ઘટના બની છે. મહેમદાવાદના અરેરી બસ સ્ટેન્ડ નજીક ત્રણ વાહનોનો અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની આ ઘટનામાં અંદાજીત 5થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બનતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એસટી બસ અમદાવાદથી મહુધા તરફ જતી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતની ઘટનામાં એસટી બસ તથા ઈકો કાર અને એક અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

મહત્ત્વનું છે કે, હાલ મહુધાથી મહેમદાવાદ સુધીનો રસ્તો સિંગલ પટ્ટી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક સાઈડના રસ્તાને નવીનીકરણ માટે ખોદી કાઢતા વાહન વ્યવહારને મોટી મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચોઃ મહુધાથી અમદાવાદ આવતી બસને નડ્યો અકસ્માત, કંડક્ટરનું મોત

ગઈકાલે પણ મહુધાથી મહેમદાવાદ જતી બસને વાંઠવાડી વિસ્તારમાં અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. આમ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે.

આ સમાચાર શેર કરો