મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ખાખરાના વેપારીએ કર્યો ખેલ, એકથી વધુને 15 દુકાનો વેચી 2.19 કરોડ પડાવ્યા

સુરતમાં ડાયરીના આધારે વેસુ સોલેરીયમ બિઝનેસ સેન્ટરની 15 દુકાન એકથી વધુન

સુરતમાં ખાખરાના વેપારીએ કર્યો ખેલ, એકથી વધુને 15 દુકાનો વેચી 2.19 કરોડ પડાવ્યા

સુરતમાં ડાયરીના આધારે વેસુ સોલેરીયમ બિઝનેસ સેન્ટરની 15 દુકાન એકથી વધુને વેચી દેવામાં આવી હતી. સુમિત ગોએન્કા સહિત 7 સામે એક વર્ષ અગાઉ ગુનો નોંધાયો હતો. સુમિત ગોએન્કા સહિત 7 લોકોએ દુકાનો માટે 2.19 કરોડ લઈ દસ્તાવેજ કરી આપ્યા નહોતા. આ કેસમાં ઝોન 4ના DCP વિજયસિંહ ગુર્જરની ટીમે સુમિત ગોએન્કાને દિલ્હીથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પૈસા લઈ ડાયરી બનાવી

એસ્ટેટ બ્રોકર અભિષેક વિનોદકુમાર ગૌસ્વામીએ વર્ષ પહેલાં એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે એવું કહ્યું હતું કે, ઘણા લોકોના કરોડો રૂપિયા ગજવે ઘાલીને ફરાર થયેલા સુમિત ગોએન્કા, શ્રેષ્ઠા ગ્રુપ ડેવલોપર્સના ભાગીદાર ભાવીન દુર્લભભાઇ પટેલ, પ્રદીપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર આર.શાહ રાજુસિંગ અને ઓમકારસિંગ વિરુદ્ધ માહિતીનો વીડિયોમાં વાયરલ કરી હતી. એક વર્ષ અગાઉ વેસુ પોલીસ મથકમાં 2.19 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવતા અભિષેક ગોસ્વામીએ કહ્યું કે, તેમણે અને તેમની પેઢી ઠાકોરજી બિલ્ડરને વેસુ સોલેરીયમ બિઝનેસ સેન્ટરમાં 15 દુકાન વેચવાનું કહી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી હતી.

આરોપી દિલ્હીથી ઝડપાયો

પોલીસે કહ્યું કે, આરોપી ખાખરાનો વેપારી છે. 15 દુકાન વેચી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી હતી. પરંતુ દસ્તાવેજ કરી આપ્યો નહોતો. જેમાંથી એક ફરિયાદીએ શંકા જતા તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, તેમણે ડાયરીના આધારે 15 દુકાને એકથી વધુને વેચી છે. અને તેને સૂત્રધાર સુમિત ગોએન્કા છે. અગાઉ ડાયરીના આધારે થયેલા સોદામાં પોલીસે જ્યારે ગુડુ પોદાર અને ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ગોએન્કાને દિલ્હીથી ઝડપી લીધો છે.

આ સમાચાર શેર કરો