Video: રબારીકા ગામે સિંહણના હુમલામાં આધેડનું મોત

સોર્સ: gstv

જૂનાગઢના વિસાવદરના રબારીકા ગામમાં સિંહણે એક આધેડને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વેલજીભાઈ દાફડા નામના આધેડ પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ સિંહણ આ ખેત મજૂરને ઢસડીને દૂર સુધી લઈ ગઈ હતી. દરમિયાન, મોડી રાત સુધી વેલજીભાઈ ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ શોધખોળ આદરી હતી, જેમાં ખેતરમાંથી વેલજીભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિસાવદર હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સિંહણના હુમલામાં ખેત મજૂરનું મોત થતાં રબારીકા સહિત આસપાસના ગ્રામજનોમાં ભારે શોક અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત